ગુજરાતના વિખ્યાત બિલ્ડર જુથ બાલાજી ગ્રુપના વડા આશિષ શાહનું નિધન

10 August 2022 04:32 PM
Rajkot
  • ગુજરાતના વિખ્યાત બિલ્ડર જુથ બાલાજી  ગ્રુપના વડા આશિષ શાહનું નિધન

ડેંગ્યુની બિમારીથી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘેરો શોક

રાજકોટ, તા. 10
ગુજરાતમાં ટોચના બિલ્ડર ગ્રુપમાં ગણના પામતા અને અમદાવાદના જાણીતા બાલાજી ગ્રુપના ચેરમેન આશિષ શાહનું નિધન થતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

અમદાવાદમાં મોટા હાઉસીંગ પ્રોજેકટો ઉપરાંત મોલ વગેરેનું નિર્માણ કરનારા બાલાજી ગ્રુપના ચેરમેન આશિષ શાહ ડેંગ્યુની બિમારીમાં સપડાયા હતા અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

48 વર્ષની ઉંમરે જ જાણીતા બિલ્ડરનો ડેંગ્યુની બિમારીએ ભોગ લેતા સમગ્ર ગુજરાતની બિલ્ડર લોબીમાં શોકની લાગણી ફરી વળી છે. 1974માં જન્મેલા આશિષ શાહ બાલાજી ગ્રુપના સ્થાપક હતા.


Related News

Loading...
Advertisement
Advertisement