કોરોના મેડિક્લેમ માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત નથી : કન્ઝયુમર કોર્ટ

10 August 2022 04:40 PM
India
  • કોરોના મેડિક્લેમ માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત નથી : કન્ઝયુમર કોર્ટ

મેડિક્લેઇમના રૂા. 2.33 લાખ અને કાનૂની ખર્ચના 5000 ચૂકવવા આદેશ : રાજકોટની મહિલાનો મેડિક્લેમ ફગાવનાર વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા પંચનો તમાચો

રાજકોટ,તા. 10 : કોરોના દર્દીઓના વીમા દાવા મંજૂર કરવામાં વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોને પરેશાન કરવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. જેમાં વધુ એક રાજકોટનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં વીમા કંપનીએ ક્લેમ મંજૂર ન કરી ફગાવી દેતા આ મામલે મહિલાએ ગ્રાહક સુરક્ષા પંચમાં ધા નાખતા ગ્રાહક સુરક્ષા પંચે વીમા કંપનીને વળતર સાથે ક્લેમની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ રાજકોટના સાન્યા વાધવાણી નામની મહિલાએ કોરોનાનીબીજી લહેર વખતે સારવાર કરાવી હતી પણ તેણે આરટીપીસીઆર કે રેપિડ એન્ટીજન કોવિડ પોઝીટીવ રિપોર્ટ એટેચ નહોતો કર્યો, જેના કારણે ફયુચર જનરલ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીએ તેનો ક્લેમ નકારી કાઢ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેને એપ્રિલ 2021માં તાવ,શરદી, શ્વાસમાં તકલીફ હતી. ડોક્ટરે તેમને થોરેક્સનો એમએસીટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી.

તેમના રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમને કોરોનાહોવાની શંકા છે અને ડોક્ટરે તેમને ઘરમાં ક્વોરન્ટાઇન રહેવાની સલાહ આપી હતી. જો કે પાંચ દિવસ પછી તેમની તબિયત લથડતા છાતીનું સીટી સ્કેન કરાવવું પડ્યું હતું અને 20મી એપ્રિલે કોરોના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી મેએતેમને ડિસ્ચાર્જ કરાયા હતા જેમાં સારવારનો ખર્ચ 2.33 લાખ રુપિયા થયો હતો.

જ્યારે મહિલાએ વીમા કંપનીને મેડિકલ ખર્ચનો ક્લેઇમ મુક્યો તો તે રિજેક્ટ કરાયો હતો. કંપનીએ એવું કારણ આપ્યું હતું કે ફાઈલમાં આરટીપીસીઆર કે એન્ટીજનનો રિપોર્ટ નથી. મહિલાની દલીલ હતી કે આરટીપીસીઆર રિપોર્ટ માટે લાંબુ વેઇટીંગ હતું. આ મામલે મહિલાએ ક્ધઝયુમર કોર્ટમાં ધા નાખતા ક્ધઝયુમર કોર્ટે વીમા કંપનીને કલેઇમની રકમ 2.33 લાખ રુપિયા અને કાનૂની ખર્ચ 5000 રુપિયા મહિલાને ચૂકવવા આદેશ કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement