રાહુલ ગાંધીનું સ્વાસ્થ્ય લથડયું: રાજસ્થાન પ્રવાસ રદ પ્રિયંકા કોરોના પોઝીટીવ જાહેર થયા: રાહુલ પણ અસ્વસ્થ

10 August 2022 04:42 PM
Politics
  • રાહુલ ગાંધીનું સ્વાસ્થ્ય લથડયું: રાજસ્થાન પ્રવાસ રદ પ્રિયંકા કોરોના પોઝીટીવ જાહેર થયા: રાહુલ પણ અસ્વસ્થ

નવી દિલ્હી તા.10 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું સ્વાસ્થ્ય પણ લથડયું છે અને તેઓએ આજે પોતાનો પ્રવાસ રદ કર્યો છે. આજે સવારે જ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને તેઓનો ઉતરપ્રદેશ પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ રાહુલ ગાંધી પણ આજે રાજસ્થાનના અલ્વરનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ અહી નેતૃત્વ સંકલ્પ શિબીરમાં હાજર રહેવાના હતા. બીજી તરફ પ્રિયંકા ગાંધી બીજી વાર કોરોના પોઝીટીવ જાહેર થયા છે. અગાઉ તેઓ 3 જૂનના રોજ પોઝીટીવ બન્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement