કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ પર હૃદયરોગનો હુમલો: એઈમ્સમાં દાખલ

10 August 2022 04:44 PM
Entertainment
  • કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ પર હૃદયરોગનો હુમલો: એઈમ્સમાં દાખલ

દિલ્હીમાં ટ્રેડમીલ પર કવાયત કરી રહ્યા હતા તે સમયે અચાનક જ ઢળી પડયા: તાત્કાલીક સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધારો હોવાના સંકેત

નવી દિલ્હી તા.10 : દેશનાં જાણીતા કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ પર હૃદયરોગનો હુમલો આવતા તેઓને દિલ્હીમાં ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં દાખલ કરાયા છે અને જયાં તેમની હાલત ગંભીર માનવામાં આવે છે. આજે સવારે દિલ્હીમાં તેઓ જીમમાં ટ્રેડમીલ પર કવાયત કરી રહ્યા હતા તે સમયે જ અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને નીચે પડી ગયા હતા.

જીમના સંચાલકોએ તેમને તુર્ત જ એઈમ્સ ખાતે દાખલ કરાયા છે અને પ્રારંભમાં તેમના હૃદયને ઝડપથી ધબકતુ કરવા માટે ખાસ ટ્રીટમેન્ટ અપાઈ હતી. શ્રી વાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં રોકાયા હતા અને આજે મુંબઈ પરત જવા માટે રવાના થવાના હતા. તેમની આજે દિલ્હીમાં કેટલીક મુલાકાતો પણ હતી અને સાંજેની ફલાઈટની ટિકીટ પણ બુક હતી ત્યાં અચાનક જ તેમનું સ્વાસ્થ્ય લથડતા 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવ ઉતરપ્રદેશના છે અને તેઓ દેશમાં સ્ટેન્ડીંગ કોમેડીયન તરીકે જાણીતા બન્યા છે તથા હિન્દી ફિલ્મોમાં પણ અનેક ભૂમિકા કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement