માત્ર એક નેતા દેશના તમામ પડકારો ઉકેલી ન શકે, આમ આદમી પણ પ્રયત્ન કરે: મોહન ભાગવત

10 August 2022 04:50 PM
India Politics
  • માત્ર એક નેતા દેશના તમામ પડકારો ઉકેલી ન શકે, આમ આદમી પણ પ્રયત્ન કરે: મોહન ભાગવત

► વિદર્ભ સાહિત્ય સંઘની શતાબ્દી કાર્યક્રમમાં ભાગવતનું મહત્વનું નિવેદન

► આઝાદીની લડતમાં જનતા ઉતરી ત્યારે દેશને સ્વતંત્રતા મળી હતી: નેતાઓ સમાજ નથી બનાવતા; સમાજ નેતાનું નિર્માણ કરે છે: સંઘ વડા

નવીદિલ્હી તા.10 : માત્ર એક નેતા દેશના તમામ પડકારોને ઝીલી ન શકે, તેવી જ રીતે એક સંસ્થા કે પક્ષ પણ પરિવર્તન ન લાવી શકે.. તેમ આરએસએસના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જ વિચાર સંઘની વિચારધારાના પાયામાં છે.

ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે જનતા રસ્તા પર ઉતરી ત્યારે જ દેશને સ્વતંત્રતા મળી હતી. સંઘની વિચાર ધારાની પાયામાં એક બાબત છે કે માત્ર એક નેતા દેશના તમામ પડકારો ઉકેલી ન શકે, એ નેતા ગમે તેટલો મોટો કેમ ન હોય, તે તમામ સમસ્યામાં પહોંચી ના શકે. ભાગવતે મરાઠી સાહિત્ય સંસ્થા વિદર્ભ સાહિત્ય સંઘની શતાબ્દીના કાર્યક્રમમાં તેમના વિચારો વ્યકત કર્યા હતા. ભાગવતે જણાવ્યું હતું કે પરિવર્તન ત્યારે જ આવે જયારે આમ આદમી તેના માટે પ્રયત્ન કરે છે, ભારતની સ્વતંત્રતા ચળવળ 1857માં શરૂ થઈ હતી,

પણ સફળતા ત્યારે આવી જયારે લોકોમાં વ્યાપક જાગૃતિ આવી અને આમ આદમી રસ્તા પર ઉતર્યો. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝે અંગ્રેજો સામે મોટો પડકાર ઉભો કર્યો હતો પણ મહત્વની વાત એ હતી કે લોકોમાં લડવાની તાકાત આવી. આરએસએસ ઈચ્છે છે કે હિન્દુ સમાજ તેની જવાબદારી પૂરી કરવામાં સમર્થ બને. નેતાઓ સમાજ બનાવતા નથી, સમાજ નેતાઓનું નિર્માણ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement