115 ધારાસભ્યનો પક્ષ 43 પર આવી ગયો હવે નીતિશકુમારના ચહેરા પર મત મળતા નથી: પ્રશાંત કિશોર

10 August 2022 04:54 PM
Politics
  • 115 ધારાસભ્યનો પક્ષ 43 પર આવી ગયો હવે નીતિશકુમારના ચહેરા પર મત મળતા નથી: પ્રશાંત કિશોર

વારંવાર ગઠબંધન બદલીને તમો મુખ્યમંત્રી રહેવામાં સફળ થયા પણ હવે ચૂંટણીમાં તેની અસર દેખાશે

નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં ચૂંટણી વ્યુહબાજ તરીકે જાણીતા બનેલા પ્રશાંત કિશોર બિહારમાં ભાજપ સાથેના ગઠબંધનથી અલગ થઈ હવે રાજયમાં રાષ્ટ્રીય જનતાદળ સહિતના પક્ષો સાથે સરકાર બનાવવાના નિર્ણય પર પ્રતિભાવ આપતા કહ્યું કે છ વર્ષમાં નીતિશકુમારે આ છઠ્ઠો ‘પ્રયોગ’ કર્યો છે પણ તેમની કોઈ ‘ગ્રોથ’ જોવા મળતી નથી અને હવે જનતા તેના ચહેરો જોઈને મત આપતી નથી.

તેથી હવે તેઓએ ફરી રાજકીય ગઠબંધન બદલ્યું છે તો ચૂંટણીમાં તેની અસર દેખાશે. એક સમયે નીતિશકુમારના પણ રાજકીય સલાહકાર તથા જનતાદળ (યુ)ના પદાધિકારી પણ રહી ચૂકેલા પ્રશાંત કિશોર હવે એક સામાજીક આંદોલન મારફત રાજકીય પ્રવેશ કરવાની તૈયારી કરી છે. તેઓએ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેવા માટે નીતિશકુમારે જે રીતે સાથીદારો બદલ્યા તેનાથી તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ર્ન અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે તે સંભાવનાની બાબત છે એવું નથી કે નીતિશકુમારને નુકશાન થયું નથી. 115 ધારાસભ્યને પક્ષ 43 પર આવી ગયો છે તે અલગ બાબત છે કે તેમણે કોઈપણ રીતે મુખ્યમંત્રી બની રહેવામાં સફળ રહ્યા છે.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું કે 2012-13 થી જ રાજયમાં રાજકીય અસ્થિરતાનો દૌર શરુ થયો છે અને આ જે પણ તેનું એક પ્રકરણ લખાયું છે. છેલ્લા 10 વર્ષમાં આ છઠ્ઠી સરકાર છે પણ સૌથી દુ:ખદ બાબત છે કે આ બદલાવ છતાં નીતિશકુમારના કામ કરવાની રીતમાં કોઈ બદલાવ આવ્યો નથી તો જનતાની સ્થિતિમાં પણ કોઈ બદલાવ આવ્યો નથી. તેઓએ કહ્યું કે હવે નીતીશના ચહેરા પર મતો મળી રહ્યા નથી.

જનતાદળ (યુ) અને મહાગઠબંધનના જોડાણમાં મારી કોઈ ભૂમિકા નથી
નવી દિલ્હી તા.10 : બિહારમાં એનડીએના ગઠબંધનમાંથી બહાર નીકળી રાજદ સાથે સરકાર રચવાના રાજયના મુખ્યમંત્રી નિતીશકુમારના નિર્ણય પર પ્રતિભાવ આપતા આ સમગ્ર ઘટનાક્રમમાં ખુદની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. તેઓએ કહ્યું કે જનતાદળ (યુ) અને મહાગઠબંધનના જોડાણ પર તેમની કોઈ ભૂમિકા પણ નથી અને યોગદાન પણ નથી અને મારી એવી કોઈ ઈચ્છા પણ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement