તલાટી-આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે સરકાર એકશનમાં : સાંજે તાકીદની બેઠક

10 August 2022 04:59 PM
Ahmedabad Gujarat
  • તલાટી-આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે સરકાર એકશનમાં : સાંજે તાકીદની બેઠક

પંચાયત મંત્રી સાથે ભુપેન્દ્ર પટેલ બેઠક યોજશે : લમ્પી વાયરસ મુદ્દે પણ મીટીંગ

ગાંધીનગર, તા. 10
રાજ્યમાં લાંબા સમયથી પડતર પ્રશ્ન મુદ્દે તલાટીઓ અને જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી હડતાલ ચાલી રહી છે જેના કારણે ગ્રામ પંચાયતો તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ પણ કથળી ગઈ છે જોકે આ પ્રશ્નોનું સમાધાન કરવા સરકારે પણ શરૂ કરી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉપરાંત બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે.

જેમાં તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો અને આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર હડતાલ સમેટાય તે પ્રકારના પ્રયત્નો કરશે.રાજ્યમાં લાંબા સમયથી તલાટી કમ મંત્રીઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્નોના મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે જેના કારણે નાગરિકોને પણ હાલાકી નો સામનો કરવો પડે છે.

આ હડતાલના ઘેરા પ્રત્યાઘાત ફરતા હવે સરકાર પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા મથામણ કરી રહી છે. આ અંગે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ બેઠક કરવાનું નક્કી કર્યું છે જેમાં તલાટી અને પંચાયત હસ્તક ના આરોગ્ય કર્મચારીઓ ની હડતાલ મુદ્દે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement