ગુજરાતમાં 75000થી વધુ પશુઓ લમ્પીગ્રસ્ત : અત્યાર સુધીમાં 2782નો ભોગ : સ્થિતિ કાબુમાં હોવાનો દાવો

10 August 2022 05:05 PM
Gujarat
  • ગુજરાતમાં 75000થી વધુ પશુઓ લમ્પીગ્રસ્ત : અત્યાર સુધીમાં 2782નો ભોગ : સ્થિતિ કાબુમાં હોવાનો દાવો

પશુપાલન મંત્રી રાઘવજી પટેલનો દાવો : સંક્રમણ ધીમુ પડયાનો નિર્દેશ

ગાંધીનગર, તા. 10 : રાજયમાં 23 જિલ્લાઓમાં ફેલાઇ ચૂકેલા લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 75000થી વધુ પશુઓ અસરગ્રસ્ત બન્યા છે અને ર78ર પશુઓના મૃત્યુ થયા હોવાનું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું અને નવું સંક્રમણ ધીમુ પડવા સાથે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ગઇકાલે એક દિવસમાં 23 પૈકીના 11 જિલ્લામાં લમ્પીથી એક પણ પશુનું મોત નિપજયું ન હતું.

અત્યાર સુધીમાં કુલ 2782 પશુઓનો ભોગ લેવાયો છે અને 75410 પશુઓ સંક્રમિત થયા છે. રાજયભરમાં મોટા પ્રમાણમાં પશુઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 30.61 લાખ પશુઓને લમ્પીની રસી આપી દેવામાં આવી છે. રાજયભરમાં 243 પશુ ચિકિત્સક, 810 પશુ નિરીક્ષક અને 361 ખાનગી પશુ ચિકિત્સકોને ફિલ્ડમાં ઉતારવમાં આવ્યા છે અને સમગ્ર સ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement