મુખ્યમંત્રીના હસ્તે અરવલ્લીમાં ધ્વજવંદન

10 August 2022 05:08 PM
Gujarat
  • મુખ્યમંત્રીના હસ્તે અરવલ્લીમાં ધ્વજવંદન

કયાં મંત્રીઓ કયાં ધ્વજવંદન કરશે

રાજકોટ,તા.10 : રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2022ની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી ખાતે કરવામાં આવનાર છે.આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અરવલ્લી ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય કચ્છ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે.

ક્રમ - મંત્રીનું નામ - જિલ્લો
1. - રાજેન્દ્ર ત્રિવેદી - આણંદ
2. - જીતુભાઈ વાઘાણી - રાજકોટ
3. - ઋષિકેશભાઈ પટેલ - અમદાવાદ
4. - પૂર્ણેશ મોદી - ગીર સોમનાથ
5. - રાઘવજીભાઈ પટેલ - પોરબંદર
6. - કનુભાઈ દેસાઇ - સુરત
7. - કીરીટસિંહ રાણા - ભાવનગર
8. - નરેશભાઈ પટેલ - વલસાડ
9. - પ્રદિપભાઇ પરમાર - વડોદરા
10. - અર્જુનસિંહ ચૌહાણ - મહિસાગર
11. - હર્ષ સંઘવી - ગાંધીનગર
12. - જગદીશ પંચાલ (વિશ્વકર્મા) - મહેસાણા
13. - બ્રિજેશ મેરજા - જામનગર
14. - જીતુભાઈ ચૌધરી - નવસારી
15. - શ્રીમતી મનીષાબેન વકીલ - ખેડા
16. - મુકેશભાઈ પટેલ - તાપી
17. - શ્રીમતી નિમિષાબેન સુથાર - છોટા ઉદેપુર
18. - અરવિંદભાઈ રૈયાણી - જૂનાગઢ
19. - કુબેરભાઈ ડીંડોર - સાબરકાંઠા
20. - કિર્તીસિંહ વાઘેલા - પાટણ
21. - ગજેન્દ્રસિંહ પરમાર - બનાસકાંઠા
22. - આર. સી. મકવાણા - અમરેલી
23. - વિનોદભાઈ મોરડીયા - બોટાદ
24. - દેવાભાઇ માલમ - મોરબી

આ ઉપરાંત સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ અને ડાંગ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.


Related News

Loading...
Advertisement
Advertisement