ગુજરાત ફકત બેંક લુંટીને ભાગવામાં ગોલ્ડ મેડાલીસ્ટ છે? નતાશા શર્માના ટવીટ પર વિવાદ

10 August 2022 05:09 PM
Rajkot Gujarat
  • ગુજરાત ફકત બેંક લુંટીને ભાગવામાં ગોલ્ડ મેડાલીસ્ટ છે? નતાશા શર્માના ટવીટ પર વિવાદ

હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો: કોમનવેલ્થમાં ગુજરાતના ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા છે: કોંગ્રેસની માનસિકતા પર પ્રહાર

રાજકોટ તા.10
કોંગ્રેસના પ્રવકતા નતાશા શર્માએ હાલમાં જ એક ટવીટ કરીને કોમનવેલ્થમાં ભારતના ખેલાડીઓ દ્વારા ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન આપવાની સાથે ગુજરાત પર અને આડકતરી રીતે બેહુદો કટાક્ષ કરતા કોઈ ગુજરાતથી પણ ખેલમાં ગોલ્ડ મેડલ લાવ્યું છે કે પછી બેંક લુંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડાલીસ્ટ છે તેવું ટવીટ કરતા જ વિવાદ સર્જાયો છે.

જેનો જવાબ આપતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વળતા ટવીટમાં જણાવ્યું કે દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે અને એક થઈને 25 વર્ષમાં સ્વર્ણિમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીમ ઈન્ડીયા એક ટીમ સ્પીરીટ સાથે આપણા દેશને પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આ પ્રકારના અપમાનજનક શબ્દોથી રમતગમતના ક્ષેત્રમાં દેશને તોડવાનું બેહદ નિંદનીય છે.

જયારે સતામાં હતા ત્યારે અને સતાની બહાર છે ત્યારે પણ કોંગ્રેસ દેશને તોડવાનું કામ કરે છે. સંઘવીએ વધુ એક ટવીટમાં ખેલાડીઓનું અપમાન બંધ કરવા અને 61 મેડલ સાથે ભારત કોમનવેલ્થમાં ટોપ પાંચમાં રહ્યું છે અને સાથોસાથ નતાશાને જવાબ આપતા કહ્યું કે જયાં સુધી ગુજરાતની વાત છે તો હું તમને જણાવું છું કે ગુજરાતના ખેલાડીઓએ પણ કોમનવેલ્થમાં તિરંગો લહેરાવ્યો છે અને પાંચ મેડલ જીત્યા છે પરંતુ કોંગ્રેસની આ માનસિકતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement