રૂ.5 લાખનો ચેક પરત ફરતા હિતેષ પાંભરને એક વર્ષની સજા

10 August 2022 05:09 PM
Rajkot
  • રૂ.5 લાખનો ચેક પરત ફરતા હિતેષ પાંભરને એક વર્ષની સજા

રાજકોટ,તા.10 : લોધીકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા હનુભા રતુભા ડાભીએ ઓળખાણનો સબંધ ધરાવતા હિતેષ પરબતભાઇ પાંભર (રહે. રાધાનગર, શેરીનં.10, માયાણી ચોક, રાજકોટ)ને ઉછીના પેટે રોકડા રૂ.5.00.000 મદદ માટે આપેલા હતા. જે રકમ પરત આપવા બાબતે હિતેષ પાંભરે ચેક આપેલો હતો જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ લોધીકાની સીવીલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી. કેસ ચાલી જતા લોધીકા સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ સીવીલ જજ એમ.એ. પિપરાણીએ આરોપી હિતેષ પાંભરને તકસીરવારન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમની દોઢ ગણી રકમ રૂ.7.50.000 વળતર તરીકે 60 દિવસમાં ફરીયાદીને ચુકવી આપવા. અને જો રકમ ન ચુકવે તો વધુ 3 મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ ફળદુ રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement