વિજય પ્લોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ઘરમાં પિતા-ભાઈની તોડફોડ:પોલીસ દોડી ગઈ

10 August 2022 05:10 PM
Rajkot
  • વિજય પ્લોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ઘરમાં પિતા-ભાઈની તોડફોડ:પોલીસ દોડી ગઈ
  • વિજય પ્લોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ઘરમાં પિતા-ભાઈની તોડફોડ:પોલીસ દોડી ગઈ

નવા બનતા મકાનમાં તોડફોડ કરતા યુવતી ઉશ્કેરાઇને પિતા પાછળ છરી લઈ દોડી હોવાનો આક્ષેપ:બંને પક્ષને પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધવા તજવીજ આદરી

રાજકોટ,તા.10
રક્ષાબંધનના તહેવાર પૂર્વે જ બહેનના ઘરે જઈ સગાભાઈ અને પિતાએ ઘરમાં તોડફોડ કરતાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા.આ બનાવના પગલે એ ડિવિઝન પોલીસે દોડી ગઈ હતી તેમજ પોલીસે કરુવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવની વધુ વિગતો મુજબ,ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નંબર.06 માં રહેતા શિવાનીબેન વિનોદભાઇ બોતેલા(ઉ.વ.25)એ થોડા દિવસ પહેલા પગનું ઓપરેશન કરાવ્યું હોવાથી પોતાના ઘરે સમારકામ કરાવી રહ્યા હતા.તે સમયે ઘસી આવેલા તેના પિતા વિનુભાઈ ફૂલસિંગભાઈ જારોલી તથા તેના પુત્ર અભિષેક જરોલી તથા અજાણ્યા શખ્સોની ટોળકીએ હથિયારો સાથે ઘસી આવી નવા બની રહેલા ઘરમાં તોડફોડ કરી નાખી હતી.બનાવ સમયે યુવાન બચાવવા વચ્ચે પડતાં હુમલાખોરોએ તેની સગી પુત્રી શિવાનીને ખુનની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા.

તોડફોડના બનાવના પગલે શિવાનીના પતિ વિનોદભાઇ,તેમના સાસુ હંસાબેન તથા કૌટુંબિકજનો મદદ માટે દોડી ગયા હતા. બે પાડોશી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે જ એ ડિવિઝન પોલીસની ટીમે દોડી આવી બધાને પોલીસવાનમાં બેસાડી એ ડિવિઝન પોલીસ ખાતે લઈ ગઈ હતી.બન્ને પાડોશીને સાંભળી એકબીજાની સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.જ્યારે સામાંપક્ષે પણ આ શિવાનીબેન તેમના પિતાની પાછળ છરી લઈ મારવા દોડ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સી.જે.જોશી જણાવ્યું છે કે,બન્ને પક્ષોની સામ-સામી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.શિવાનીબેને આક્ષેપો કર્યા છે કે,પોતે વિનોદ સાથે પ્રેમલગ્ન કર્યા છે.ત્યારથી તેના પિતા વિનોદભાઈ સાથે માથાકૂટ ચાલે છે.પોતે વર્ષોથી ભાડૂઆત તરીકે રહે છે.પોતાને તાજેતરમાં પગનું ઓપરેશન થયું હોવાથી ઘરે પોતાની જગ્યામાં શૌચાલય બનાવી રહી હતી.તે અરસામાં તેના પિતા વિનુ જરોલી,તેના સગાભાઈ અભિષેક જરોલી તથા તેના મળતીયાઓ દ્વારા હથિયારો સાથે ધસી આવી તોડફોડ કરી હતી.મારા પિતા ભાજપના આગેવાન તથા વકીલનો વ્યવસાય કરતા હોવાનું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement