RTPCR કે એન્ટીજન્ટ ટેસ્ટ ન કરાવ્યો હોય તો પણ વિમા કંપની કલેઇમ રિજેકટ ન કરી શકે: ગ્રાહક ફોરમ

10 August 2022 05:29 PM
Rajkot
  • RTPCR કે એન્ટીજન્ટ ટેસ્ટ ન કરાવ્યો હોય તો પણ વિમા કંપની કલેઇમ રિજેકટ ન કરી શકે: ગ્રાહક ફોરમ

મહામારીના સંજોગોને ધ્યાને લીધા વગર વજુદવિહીન વાંધા કાઢી કલેઇમ નામંજૂર કરવોએ સેવામાં ખામી જ ગણાય

રાજકોટ,તા.10
સીટી સ્કેન રિપોર્ટ હોવા છતા આરટીપીસીઆર કે એન્ટીજન્ટ કોરોના રિપોર્ટ ન હોવાનું કારણ આગળ ધરી કલેઇમ રિજેન્ટ કરનાર વિમા કંપનીને કોર્ટે ફટકાર લગાવી છે. કોરના મહામારી પૂર્વે વિમા કંપનીઓએ ગ્રાહકો પાસેથી ઢોરોના ક્વચ અને કોરોના રક્ષકના નામની પોલીસી ગ્રાહકો પાસેથી ઉતરાવી કરોડોનું પ્રમિયમ એકત્ર કરેલ હતુ પંરતુ જયારે કોરોનાની બિજી લહેરમાં મહામારી સર્જાઈ અને વિમા કંપની સમક્ષ જયારે ગ્રાહકોએ કલેઇમ મુક્યા ત્યારે નત-નવા બહાના બતાવી વિમા કંપનીએ ગ્રાહકોને કલેઇમ રકમ ચુકવી નહોતી. તેવોજ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.

અત્રે સાન્યા બ્રિજેશભાઇ વાઘવાણીએ ફ્યુચર જનરાલી ઇન્ડીયા ઇન્સયુરન્સ કુ.લી. કંપની માંથી તેમનો તથા તેમના પતિ અને બાળકો માટે રૂ.5 લાખની કોરોના કવચ પોલીસી લીધી હતી. પોલીસીની શરતો અનુસાર કોઇને પણ કોરોના થાય અને સારવાર લેવાની જરુરીયાત થાય તો કોઇપણ જાતનો ખર્ચ વિમા કંપનીએ ચુક્વવાનો થતો હતો. સાન્યા વાઘવાણીને શરદી અને તાવ આવતો હતો અને શ્વાસ લેવાની તકલીફ ઉભી થયેલ અને ઓક્સીજનનું પ્રમાણ ઘટી ગયેલ તેથી તેમને ડોક્ટર સુચવેલ રીપોર્ટ કરાવેલ હતા. જેની ક્લીનીકલ ડીટેઈલમાં કોવીડ સસ્પેકટ જણાવેલ હતું.

અને ઘરે પ્રાથમિક સારવાર મેળવેલ ત્યારબાદ તેમની તબીયત વધુ બગડતા ફરી સીટી સ્કેન ચેસ્ટ કરાવેલ અને તબીબી અભિપ્રાય અનુસાર તેઓ સુધી ઇન્ડોર પેશન્ટ તરીકે કોવીડ દેવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ હતા. જ્યા કોરોનાની સારવાર કરવામાં આવેલ હતી. અને સારવારમાં કુલ રૂ.2,33, 191નો ખર્ચ થયેલ હતો. ત્યારબાદ કલેઇમની ક્રમ મેળવવા વિમા કંપનીમાં કાગળો રજુ કરેલ પરંતુ આરટીપીસીઆર કે એન્ટીજન્ટ ટેસ્ટ કરવામાં આવેલ ન હોય અને સરકારના આદેશ અને પોલીસીની શરત અનુસાર આ રીપોર્ટે જરુરી હોય ક્લેઇમ નામંજુર કરવાનું કારણ ધરી ક્લેઇમ નામજુંર કરેલ. જેથી સાન્યાએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ વિમા કંપની વિરુદ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીના વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો રજુ રાખી તકે બધ્ધ દલીલ કરેલ અને રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા નોંધવામાં આવ્યુ કે,માત્ર આરટીપીસીઆર કે એન્ટીજન્ટ રીપોર્ટ ન હોવાને લઈ કલેઇમ ના મંજુર કરવો યોગ્ય અને વાજબી નથી અને રાજકોટના લેબ પાસે પુરતા પ્રમાણમાં સંશાધનો ન હતા અને લેખો પણ આ રીપોર્ટ કરવા સક્ષમ ન હતી.

ત્યારે તબીબોએ સીટી સ્કેન પોઝીટીવ ગણીને સારવાર કરેલ છે.ત્યારે વિમા કંપ્નીનો આવો રીપોર્ટ રજુ કરવાનો આગ્રહ સ્વીકારી શકાય નહી. તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને આઇઆરડીએના વિવિધ પરીપત્રો પણ આ સંબંધે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફરીયાદી સાન્યા બ્રિજેશભાઈ વાઘવાણી વતી રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર જાડેજા, કેતન વી. જેઠવા, સંદિપ આર.જોષી તથા શુભમ આર.જોષી રોકાયેલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement