મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અંધ-મુક-બધીર તથા દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ યોજાયો : સ્નેહ સ્પર્શ

10 August 2022 05:29 PM
Rajkot
  • મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અંધ-મુક-બધીર તથા દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ યોજાયો : સ્નેહ સ્પર્શ

ડો. પી.વી.દોશીની જન્મ જયંતી નિમિત્તે

રાજકોટ, તા. 10
તાજેતરમાં અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે જીવન પર્યંત કામ કરનાર પપ્પાજી (ડો. પી.વી.દોશી)ની જન્મ જયંતિ નિમિતે છેલ્લા 17 વર્ષથી યોજાતો ‘સ્નેહ સ્પર્શ’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતો. પૂ. પપ્પાજી ગુજરાત પ્રાંતના સરસંઘસંચાલક અને અનેકવિધ સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે ઘણા સમય સુધી તેમનું યોગદાન રહ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે માર્ગ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, અતિથિ વિશેષ તરીકે ભાજપ લીગલ સેલના સહસયોજક અનિલભાઇ દેસાઇ તથા અન્ય મહેમાનોમાં ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), ડો. કેતનભાઇ બાવીશી ટ્રસ્ટી શ્રી વિરાણી બ.મુ. શાળા., ડે.મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ અને અપના બજારના ચેરમેન મહેશભાઇ કોટક હાજર રહ્યા હતા. રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે પ્રાસંગિક વકતવ્યમાં તેમના દાદા ડો. પી.વી.દોશીએ વિકલાંગ બાળકો માટે કરેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો. સંઘ પરિવાર સાથે પપ્પાજી આજીવન સંકળાયેલ રહ્યા હતા તેનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.

કુલ 156 દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમમાં તેમની કૃતિઓ રજુ કરી હતી જેને ઉપસ્થિત શ્રોતાઓએ ભરપુર દાદ આપી હતી. અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી કલ્પકભાઇ મણીઆરે કાર્યક્રમમાં સહયોગ આપનાર સૌ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો. ઉપરોકત કાર્યક્રમમાં કાર્યોગ્રાફર તરીકે વિનામૂલ્યે સેવા આપતા નીરજભાઇ દોશીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ‘સ્નેહ સ્પર્શ’ કાર્યક્રમ 16 વર્ષ પહેલા જેમણે શરૂ કરેલો તે શરદભાઇ વોરા નાદુરસ્ત તબિયત છતાં ઉપસ્થિત રહ્યા હતા


Related News

Loading...
Advertisement
Advertisement