રાજકોટની સંસ્થાઓ, મંડળોના આગેવાનોની બેઠક યોજાઈ

10 August 2022 05:31 PM
Rajkot
  • રાજકોટની સંસ્થાઓ, મંડળોના આગેવાનોની બેઠક યોજાઈ

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની ભવ્યતિ ઉજવણીના સંદર્ભમાં : તા.16મીના મંગળવારે જન્માષ્ટમી શોભાયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ રેલીનું આયોજન: રથયાત્રામાં જોઈતા વાહનોના રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા.13મીના શનિવાર છે.

રાજકોટ,તા.10 : વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી મહોત્સવ દ્વારા છેલ્લા 35 વર્ષથી વિશ્વ પ્રસિધ્ધ ધર્મયાત્રા (રથયાત્રા) નું આયોજન થાય છે. આ વર્ષે 36માં વર્ષમાં ધર્મયાત્રા પ્રવેશ કરી રહી છે. રાજકોટને કૃષ્ણમય બનાવવા માટે વિ.હિ.પ. રાજકોટની અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ વિગેરેને સાથે રાખીને ભવ્ય આયોજન કરતું રહયું છે. જેના સંદર્ભમાં ગત તા. 08 ના સેજ મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ ખાતે, બહોળી સંખ્યામાં અલગ-અલગ રાજકોટની સંસ્થાના પ્રતિનીધિઓની હાજરીમાં જન્માષ્ટમી મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગ રૂપે એક બેઠકનું આયોજન કરાયુ હતું. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દરેકને પ્રોત્સાહક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોતાના વિસ્તાર, ચોક કે રાજમાર્ગ ઉપર પણ સુંદર ફલોટ તથા લત્તાસુશોભન કરવામાં આવે છે. આ વખતે પણ જન્માષ્ટમીની ઉજવણી અતિ ભવ્ય રીતે થાય, બહોળી સંખ્યામાં લોકો આ સંસ્થાના માધ્યમથી જોડાય તેવા શુભ આશયથી રાજકોટની અનેકવિધ સંસ્થા, ગ્રુપ, મંડળી, એનજીઓના પ્રતીનીધિઓ, આગેવાનો, હોદેદારો, કાર્યકરો તથા બહોળી સંખ્યામાં ધુન મંડળ, મહિલા મંડળના બહેનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયાં હતાં.
વર્ષ 2022 ની જન્માષ્ટમી શોભાયાત્રાના ધર્માધ્યક્ષ પૂજય નરેન્દ્રબાપુએ પોતાની જોશીલી અને પ્રેરક વાણીમાં તમામ લોકોને રથયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા આહવાન કર્યુ હતું.

સાથે ભાર મુકયો હતો કે આપણે સમગ્ર હિન્દુ સમાજએ અલગઅલગ જ્ઞાતિના વાડાઓમાંથી બહાર આવીને હમ સબ હિન્દુ એક હૈ ના નારાને ચરિતાર્થ કરતા એક થઈને જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં જોડાઈ જવું જોઈએ. પૂ. નરેન્દ્રબાપુએ ઉપસ્થિત તમામ ગ્રુપ, સંસ્થા, મંડળ, એનજીઓ વિગેરેના આગેવાનોને આ વખતના પ્રથમ અને નવા પ્રયાસ રૂપે જન્માષ્ટમી શોભાયાત્રામાં નગરજનોને જોડાવવા માટે એક આમંત્રણ બાઈક રેલીનું આગામી તા. 16ના સાંજે 5 કલાકે મવડી ચોકડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાવવા માટે હાકલ કરી છે.

આ રથયાત્રા આમંત્રણ બાઈક- કાર રેલી મવડી ચોકડથી થઈને જે રૂટ ઉપર જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની છે એ સમગ્ર રૂટ ઉપર ફરી વળશે અને જન્માષ્ટીના દિવસે મોટી સંખ્યામાં આખા ળશ રાજકોટનો હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં શોભાયાત્રાના દર્શન માટે ઉમટી પડે તેવી હાકલ સાથે જાહેર જનતાને આમંત્રણ પાઠવશે. તેમજ વધુમાં જણાવેલ કે જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા માટેના વાહનો જોઈએ

તેટલા મળશે અને વિવિધ સંસ્થા, મંડળોને આગ્રપૂર્વક વિનંતી કરેલ કે, જે મુજબના વાહનો જોઈએ તે મુજબના વાહનો તા.13 સુધીમાં શ્રી જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, 8-મીલપરા ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી વ્યવસ્થાના ભાગરૂપે સરળતા રહે તેવું જણાવેલ હતું. આ મીટીંગમાં ઉપસ્થિત તમામ લોકોને જન્માષ્ટમી શોભાયાત્રામાં જરૂરી નાના-મોટા વાહનો નિ:શુલ્ક ધોરણે પુરા પાડવાની જાહેરાત કરી મોટી સંખ્યામાં જોડાવા માટેનું આહવાન કરતાં સ્થળ ઉપર જ પ્રેરણા લઈને ગાયત્રી પરિવાર દ્વારા શોભાયાત્રામાં એક સાથે 3-3 ફલોટ લઈને જોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગાયત્રી પરિવાર લાઈવ યજ્ઞ
ગાયત્રી પરિવારના આ ફલોટમાં આખી શોભાયાત્રા દરમ્યાન પ્રારંભથી અંત સુધી લાઈવ યજ્ઞ કરી વાતાવરણમાં શુધ્ધિ અને પવિત્રતા લાવવામાં આવશે. સાથે મીટીંગના અંતમાં તમામ લોકોને તદન નિ:શુલ્ક ધોરણે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement