રૂ.39 લાખની છેતરપીંડીના કેસમાં આરોપીના આગોતરા રદ

10 August 2022 05:31 PM
Rajkot
  • રૂ.39 લાખની છેતરપીંડીના કેસમાં આરોપીના આગોતરા રદ

રાજકોટ,તા.10
ફર્નિચરનો શો રૂમ શરૂ કરી લોકોને લોભ ભણી લાલચ આપી. પૈસા એકઠા કરી રાતોરાત શો રૂમને તાડામારી પલાયન થઇ જનાર આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી છે.

ગત તા. 21-3-22ના રોજ ફરીયાદી દિનેશ હરખચંદ ગોંધીયાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને જણાવેલકે, શોપીસો લાઇફ સ્ટાઇલ પ્રા.લી.ના નામે આરોપીઓએ ફર્નિચરનો શો રૂમ શરૂ કરી અને ફર્નિચરનો ઓર્ડર ઉપર 100 ટકા કેશબેકની લાલચ આપી. ફરીયાદો તથા સાહેદો પાસેથી એડવાન્સમાં પૈસા લઇ 37 લાખથી વધુની રકમની છેતરપીંડી કરી શો રૂમને રાતોરાત તાળામારી ફરાર થઇ ગયા હોવાની ફરીયાદ કરી હતી.

પટ્ટણીએ તપાસ શરૂ કરતા આરોપી પ્રમોદભાઇ નાનાલાલ પટવા (રહે. જયપુર, રાજસ્થાન)એ સેશન્સ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરેલ અને રજુઆત કરી હતી કે, આવા ગુન્હાના આરોપીને જો જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હાઓ કરશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ. તે રજૂઆતને ધ્યાને લઇસ સેશન્સ જજ જે.ડી. સુથારે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement