‘તું કેમ દાદાગીરી કરે છે’ કહી પરપ્રાંતીય યુવક પર શખ્સનો હુમલો

10 August 2022 05:33 PM
Rajkot
  • ‘તું કેમ દાદાગીરી કરે છે’ કહી પરપ્રાંતીય યુવક પર શખ્સનો હુમલો

આજીડેમ સર્કલ પાસેનો બનાવ: ધર્મેન્દ્ર યાદવ રૂમ પાસે હતો ત્યારે ડિસ્કોએ મારમાર્યો: સારવારમાં ખસેડાયો

રાજકોટ :તા.10
આજીડેમ સર્કલ પાસે ટ્રાફિક ભવન સામે રહેતાં ધર્મેન્દ્રભાઈ રોશનભાઈ યાદવ (ઉ.વ.35) ગત રાત્રીના પોતાના રૂમની પાસે ઉભો હતો ત્યારે ઘસી આવેલા ડિસ્કો નામના શખ્સે તું કેમ દાદાગીરી કરે છે કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો.જેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, હું મૂળ મધ્યપ્રદેશનો રેહવાસી અને મજૂરીકામ કરૂં છું મારી બાજુમાં જ રહેતાં બિહારી શખ્સ ડિસ્કો દારૂના નશામાં ઘસી આવી હુમલો કર્યો હતો.

બીજા બનાવમાં ઇન્દિરા સર્કલ પાસે ફૂટપાથ પર રહેતા અર્જુનભાઇ કાળુભાઈ ભૂલ (ઉ.વ.39) ગતરોજ ઇન્દિરા સર્કલ પાસે હતાં ત્યારે ઘસી આવેલા શ્યામ નામના શખ્સે ઝઘડો કરી પથ્થરથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ને સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયા હતાં અને બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement