પાલીતાણાની સર માનસિંહજી હોસ્પિટલ અત્યાધુનિક બનશે : કેન્દ્ર સરકારે રૂ.૪૫ કરોડ ફાળવ્યા

10 August 2022 08:55 PM
Bhavnagar Saurashtra
  • પાલીતાણાની સર માનસિંહજી હોસ્પિટલ અત્યાધુનિક બનશે : કેન્દ્ર સરકારે રૂ.૪૫ કરોડ ફાળવ્યા

પાલીતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાંથી ૧૫૦ બેડની હોસ્પિટલ બનશે : ICUનો પણ સમાવેશ

રાજકોટ:
પાલીતાણા, ભાવનગરની સરકારી હોસ્પીટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ.૪૫ કરોડ ની ફાળવણી માટે સંમતી આપી દેવામાં આવી છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પાલીતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને અપગ્રેડ કરવાના આદેશો આપ્યા હતા. હવે પાલીતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાંથી ૧૫૦ બેડની હોસ્પિટલ બનશે. આ નવા ઉમેરાયેલા બેડમાં જનરલ બેડની સાથે સાથે બાળકો માટેના બેડ અને ICU બેડની પણ સુવિધા રહશે. નવા બેડની સાથે દર્દીની સારવાર માટેની તમામ અત્યાધુનીક સગવડો પણ ઉભી કરાશે.

સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે એક્ષ્પટ ડોક્ટરની સેવાનો લાભ પાલીતાણાની વિશાલ જનસંખ્યાને મળશે. મેડીકલ- ક્ષેત્રની તમામ અત્યાધુનિક સારવાર હવે પાલીતાણામાં જ સુલભ બનશે. અત્રે નોધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલીતાણાની સ્વાસ્થ્ય-સુવિધાને સુસજ્જ કરવા માટે રૂ ૪૫ કરોડ દ્વારા અપગ્રેડેશન થશે.


Related News

Loading...
Advertisement
Advertisement