રાજકોટ શહેરના SRP કેમ્પ, પોલીસ ક્વાર્ટર, આર.આર. કોલોની, આકાશવાણી ક્વાર્ટર, સહિત જિલ્લામાં કોરોનાના 50 નવા કેસ

10 August 2022 09:39 PM
Rajkot Saurashtra
  • રાજકોટ શહેરના SRP કેમ્પ, પોલીસ ક્વાર્ટર, આર.આર. કોલોની, આકાશવાણી ક્વાર્ટર, સહિત જિલ્લામાં કોરોનાના 50 નવા કેસ

શહેરમાં આજે 26 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા : જેતપુરમાં 15, પડધરીમાં 5 નવા દર્દી

રાજકોટ:
રાજકોટ શહેરના SRP કેમ્પ, પોલીસ ક્વાર્ટર, આર.આર. કોલોની, આકાશવાણી ક્વાર્ટર, સહિત જિલ્લામાં કોરોનાના 50 નવા કેસ સામે આવ્યા છે. શહેરમાં આજે 26 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 119 દર્દી સાજા થયા છે.રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હવે એક્ટિવ કેસ ઘટીને 307 થયા છે.

શહેરના માધવ વાટિકા, વૈકુંઠધામ, આસ્થા રેસિડેન્સી, સુંદરમ ફ્લેટ, મુરલીધર - 1, વસંત કુંજ, જીવરાજ પાર્ક, ક્રિસ્ટલ મોલ નજીક, સવંત સંગીત, પ્રયાગ સોસાયટી, રેલનગર, શ્રોફ રોડ, મનહર પ્લોટ, ગીત ગુંજન સોસાયટી, બાબરીયા કોલોની, રણછોડનગર અને પેડક રોડ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે જેથી રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને આરોગ્ય ટીમ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટ કરવા સેમ્પલ લેવાય રહ્યા છે.

તાલુકા મુજબ કેસ જોઈએ તો જેતપુરમાં 15, પડધરીમાં 5, લોધિકા - ગોંડલ - જામકંડોરણા અને રાજકોટ તાલુકાના ગામડામાં એક - એક દર્દી નોંધાયા છે. રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની આરોગ્ય ટિમો ટેસ્ટિંગ ટ્રેકિંગની કામગીરી કરી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement