રોગ સામે લડવા આપ કેટલા તૈયાર: નવી ટેસ્ટ સિસ્ટમ જાણ કરશે

11 August 2022 10:34 AM
Health World
  • રોગ સામે લડવા આપ કેટલા તૈયાર: નવી ટેસ્ટ સિસ્ટમ જાણ કરશે

આ નવી ટેસ્ટ સિસ્ટમથી એ પણ જાણવા મળશે કે દર્દીને બુસ્ટરની જરૂર છે કે નહીં

બોસ્ટન તા.11
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી તપાસની શોધ કરી છે, જેનાથી સરળતાથી અનુમાન લગાડી શકાશે કે આપના શરીરમાં કેટલી રોગ પ્રતિકારક ક્ષમતા છે. તેની મદદથી કોરોના જેવા સંક્રમણથી થનારા ખતરાને માપી શકાશે.

સંશોધકોએ દાવો કર્યો છે કે કોરોનાથી પરવારી ચૂકેલા લોકોમાં પણ આ તપાસથી પ્રતિકાર ક્ષમતાના સ્તરની જાણકારીનો પતો લગાવી શકાય છે. અધ્યયનના નિષ્કર્ષ જર્નલ સેલ રિપોર્ટસ મેથડમાં પ્રકાશિત કરાયા છે. અભ્યાસના મુખ્ય લેખક હોજુન લીનું કહેવું છે કે કોરોના સંક્રમણ આવ્યા બાદ લોકોમાં એક જ સવાલ હતો કે તેમના શરીરમાં સંક્રમણ સાથે લડવા માટે કેટલી રોગ પ્રતિકારક શક્તિ બચી છે. નવી તપાસથી રોગ પ્રતિકારક ક્ષમતાનો સરળતાથી પતો મેળવી શકાશે. ખાસ વાત એ છે કે આ તપાસથી એ પણ જાણી શકાશે કે માણસને બુસ્ટર ડોઝની જરૂર છે કે નહી.

દવાઓથી છુટકારો મળશે: સંશોધક હોજુન લીએ જણાવ્યું હતું કે નવા ઉપકરણથી તપાસનો ફાયદો એ લોકોને સૌથી વધુ થશે, જે ઓટો ઈમ્યુન સંબંધી બીમારીની દવાઓ લઈ રહ્યા છે. હાલની તપાસથી તબીયતને ખતરો: હાલની તપાસ પદ્ધતિથી એ જાણવા મળે છે કે આપના શરીરમાં કેટલી કોશિકાઓ મરી ગઈ છે. જો કે આ પરીક્ષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

આ પરીસ્થિતિમાં ટીમે વિકસીત કરેલ નવી તપાસ કારગત છે.દવાઓથી છુટકારો મળશે: હોજુન લીએ જણાવ્યું હતું કે નવા સાધનથી તપાસનો ફાયદો એ લોકોને જે ઓટો ઈમ્યુન સંબંધી બીમારીઓની દવા લઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement