ટી-20 બોલર રેન્કિંગમાં રવિ બિશ્નોઈનો 50 ક્રમનો લાં...બો કૂદકો: બેટરમાં સૂર્યકુમાર બીજા ક્રમે યથાવત

11 August 2022 11:44 AM
Sports
  • ટી-20 બોલર રેન્કિંગમાં રવિ બિશ્નોઈનો 50 ક્રમનો લાં...બો કૂદકો: બેટરમાં સૂર્યકુમાર બીજા ક્રમે યથાવત

શ્રેયસ અય્યર બે સ્થાનના ફાયદા સાથે 19મા ક્રમે: બેટરમાં બાબર આઝમ, બોલરમાં હેઝલવૂડ, ઑલરાઉન્ડરમાં મોહમ્મદ નબી પ્રથમ નંબરે

નવીદિલ્હી, તા.11 : ભારતીય બેટર સૂર્યકુમાર યાદવ આઈસીસી ટી-20 રેન્કીંગમાં બીજા ક્રમે યથાવત રહ્યો છે જ્યારે શ્રેયસ અય્યર બે ક્રમના ફાયદા સાથે 19મા ક્રમે પહોંચ્યો છે. આ સાથે જ રવિ બિશ્નોઈએ 50 ક્રમની લાં...બી છલાંગ લગાવી છે. પાકિસ્તાનનો બાબર આઝમ બેટર રેન્કીંગમાં પ્રથમ ક્રમે છે. ઑસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ક્રમશ: બોલર અને ઑલરાઉન્ડરની યાદીમાં પહેલા ક્રમે છે. સૂર્યકુમાર યાદવ 805 પોઈન્ટ સાથે ભારતીયોમાં સર્વશ્રેષ્ઠ છે. આફ્રિકાના રીજા હેન્ડ્રીક્સને ટી-20માં ઘણો લાભ થયો છે. તે આયર્લેન્ડ ઉપર શ્રેણીમાં 2-0ની જીત દરમિયાન 74 અને 42 રનની ઈનિંગ રમીને 13મા ક્રમે પહોંચ્યો છે. બોલરોમાં સ્પિનર રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવને રેન્કીંગમાં મોટો ફાયદો છે. વિન્ડિજ વિરુદ્ધ ટી-20 શ્રેણીની બે મેચમાં છ વિકેટ ખેડવી બિશ્નોઈ 50 ક્રમની છલાંગ લગાવીને 44મા સ્થાને પહોંચ્યો છે. અંતિમ મેચમાં ત્રણ વિકેટ લેનારો કુલદીપ 58 સ્થાનની છલાંગથી 87મા નંબરે પહોંચી ગયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement