ધોનીના ‘વિનમ્ર’ સ્વભાવે જીતી લીધા સૌના દિલ

11 August 2022 11:50 AM
Sports
  • ધોનીના ‘વિનમ્ર’ સ્વભાવે જીતી લીધા સૌના દિલ

રાંચી એરપોર્ટ પર ચાહકો અને એરપોર્ટ અધિકારીઓ સાથે ધોનીએ જે રીતે ઉષ્માભરી વાતચીત કરી તેને જોઈને થઈ રહેલા ભરપેટ વખાણ

નવીદિલ્હી, તા.11 : મહેન્દ્રસિંહ ધોની પોતાની કેપ્ટનશિપ, બેટિંગ અને વિકેટકિપિંગની સાથે સાથે પોતાના હાજરજવાબી સ્વભાવ માટે ઓળખાય છે. સાથે સાથે ચાહકો વચ્ચે તે વિનમ્ર સ્વભાવને લઈને પણ જાણીતો છે. હવે ફરીવાર ધોની પોતાના ખાસ અંદાજ માટે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમ એરપોર્ટ પર પોતાના વિનમ્ર વર્તનને કારણે ચાહકોના દિલને સ્પર્શી રહ્યો છે.

ધોની રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી ચેન્નાઈ માટે નીકળી રહ્યો હતો. એરપોર્ટ પર ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટનને ચાહકો અને એરપોર્ટના કર્મચારીઓ સાથે વાતચીત કરતો જોવાયો હતો. ધોનીએ એરપોર્ટના અધિકારીઓ સાથે હાથ મીલાવીને અભિવાદન પણ કર્યું હતું. ધોનીનો આ વીડિયો હવે ટવીટર પર વાયરલ થઈ ગયો છે. ચાહકો ધોનીના આ સીધા અને સરળ સ્વભાવના વખાણ કરતાં થાકી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ધોની 44મી ચેસ ઓલિમ્પિયાડ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનો છે.

ધોનીનો ચેન્નાઈ સાથેનો લગાવ નવી વાત નથી. 2008માં તે ચેન્નાઈ સુપરકિંગ્સ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બન્યો અને ત્યારથી તેણે ચેન્નાઈના કેપ્ટન તરીકે ચાર આઈપીએલ ટ્રોફી જીતી છે. જો કે આઈપીએલની પાછલી સીઝન ધોની અને તેની ટીમ માટે અત્યંત ખરાબ રહી હતી. આઈપીએલની પાછલી સીઝનમાં 14 મેચમાં માત્ર 10 પોઈન્ટ સાથે ચેન્નાઈની ટીમ નવમા ક્રમે રહી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement