શિવની સાથે નંદીગણની પુજા

11 August 2022 12:16 PM
Dharmik
  • શિવની સાથે નંદીગણની પુજા

દરેક દેવી દેવતાઓની કોઇ ન કોઇ પશુ, પંછી કે પ્રકૃતિના તત્વોની સવારી બતાવવામાં આવે છે. મા ખોડિયાર દેવીની સવાર મગર પર, માં અંબાની વાઘ પર, માં બહુચરની કુકડા પર, સરસ્વતી દેવી મોર પર તેમજ ગણેશજીની સવારી ઉંદર પર વગેરે. વાસ્તવમાં મહાન દેવી દેવતાઓના શ્રેષ્ઠ કર્તવ્ય, તેમનામાં રહેલ અખૂટ શકિત તેમજ તેમના ઉજજવળ ચરિત્રનું અલંકારી રૂપ કથાકારે કથામાં વર્ણન કર્યુ અને તેના આધારે ચિત્રકારે અલગ અલગ ચિત્રના રૂપમાં સૌ સમક્ષ રજુ કર્યુ.

આ દેવીઓએ પણ શકિત માટે તો શિવની જ પુજા કરેલ. જેમ કે મા અંબાએ યોગ તપસ્યા દ્વારા શિવ પાસેથી શકિત પ્રાપ્ત કરી વાઘ સમાન હિંસક વૃતિઓ, આસુરી સંસ્કારો પર વિજય મેળવ્યો જેની યાદગારના રૂપમાં વાઘની સવારી બતાવવામાં આવે છે. ખરેખર તો દેવી દેવતાની પવિત્ર, સુખદાયી સૃષ્ટિમાં તો હિંસા પણ નથી તો હિંસક પ્રાણીઓ પણ નથી. દેવીદેવતાઓની સવારીના સ્વરૂપો તેમના મહાન કર્તવ્યને સિધ્ધ કરે છે પરિણામે તેની પણ પુજા કરવામાં આવે છે તો દેવી દેવતાઓને શકિત પ્રદાન કરનાર પરમાત્મા શિવની સવારી નંદીગણ પર તે કયાં રહસ્યને સિધ્ધ કરે છે ?

એક તરફ કહેવામાં આવે છે શિવ નિરાકાર છે, જયોતિબિંદુ છે, પ્રકાશનો પુંજ છે અને બીજી બાજુ કહેવાય છે કે શિવની સવારી નંદીગણ છે, પરિણામે શિવમંદિરોમાં પહેલા પોઠિયો કે બળદ રાખવામાં આવે છે અને શિવની સાથે તેની પણ પુજા કરવામાં આવે છે. તેનો લાક્ષણિક અર્થ એ છે કે પરમાત્મા શિવ અજન્મા છે, તેનો જન્મ માંના ગર્ભથી નથી થતો. વિશ્વ પિતાના કોઇ માતા પિતા પણ ન હોઇ શકે, તેનો જન્મ દિવ્ય અને અલૌકિક રીતે થાય છે.

તે સ્વયંભૂ છે. કળિયુગના અંતમાં દેવી દેવતા ધર્મની સ્થાપના અર્થે સ્વયંભૂ નિરાકાર પરમાત્મા શિવનું અવતરણ થાય છે અર્થાત શિવ પિતા એક સાકાર, સાધારણ મનુષ્યતનમાં પ્રવેશ કરે છે. તેનું નામ રાખે છે પ્રજાપિતા બ્રહ્મા. નિરાકાર પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્માના સાકાર માધ્યમ દ્વારા લુપ્ત થયેલ ગીતા જ્ઞાન તથા સહજ રાજયોગનું શિક્ષણ આપી મનુષ્યાત્માઓને તમોપ્રધાનમાંથી સતોપ્રધાન બનાવી રહ્યા છે.

પરિણામે શિવ પરમાત્માની સાથે બ્રહ્માને પણ સ્થાપના અર્થ નિમિત માનવામાં આવે છે. તથા શિવની પરમાત્માની સાથે બ્રહ્માને પણ સ્થાપના અર્થ નિમિત માનવામાં આવે છે. તથા શિવની સાથે બ્રહ્માને પણ સ્થાપના અર્થ નિમિત માનવામાં આવે છે. તથા શિવની સાથે બ્રહ્માને પણ સ્થાપના અર્થ નિમિત માનવામાં આવે છે. તથા શિવની સાથે બ્રહ્માના પ્રતિકરૂપ નંદીગણની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે છે. ખરા અર્થમાં સાકાર બ્રહ્મામાં જ શિવના નંદીગણ છે પરિણામે શિવ પુજાની સાથે નંદીગણની પણ પુજા કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement