કોમેડિયન-એકટર રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

11 August 2022 01:16 PM
Entertainment
  • કોમેડિયન-એકટર રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

જીમમાં ટ્રેડ મીલ પર રાજૂ શ્રીવાસ્તવ વર્ક આઉટ કરતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો

નવી દિલ્હી તા.11 : વધારે પડતી કસરત શરીરની તંદુરસ્તી વધારવાને બદલે હૃદયને નુકસાન કરતી હોય છે. આવી જ ઘટના જાણીતા કોમેડીયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ સાથે થઈ, તેઓ ગઈકાલે જીમમાં વર્ક આઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. એમ્સમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ નાજુક છે તેમને વેન્ટીલેટર પર રખાયા છે. રાજુ શ્રીવાસ્તવ જયારે જીમમાં ટ્રેડ મીલ પર દોડી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં જોરદાર દુખાવો ઉપડયો હતો અને નીચે પડી ગયા હતા. તેમને તરત એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ કેટલાક નેતાઓને મળવા દિલ્હીમાં રોકાયા હતા. બુધવારે સવારે તેઓ જીમ ગયા હતા. જયાં ટ્રેડમીલ પર વોકીંગ કરતી વખતે તેમની તબીયત બગડી ગઈ હતી. કાર્ડિયાક કેર યુનીટમાં રાજૂની એન્જીયોગ્રાફી કરાઈ હતી જેમાં રાજુના હાર્ટમાં 100 ટકા બ્લોકેજ મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement