ફેસલેસ એસેસમેન્ટમાં કરદાતાઓને રાહત : નોટીસમાં 15 દિવસની મુદ્દત ફરજીયાત

11 August 2022 02:19 PM
Rajkot Gujarat
  • ફેસલેસ એસેસમેન્ટમાં કરદાતાઓને રાહત : નોટીસમાં 15 દિવસની મુદ્દત ફરજીયાત

► ઇન્કમટેકસની ફેસલેસ સ્કીમમાં કાનુની વિવાદો વધતા અને અદાલતી ટીપ્પણીઓથી નવી માર્ગદર્શિકા

► કરદાતા રૂબરૂ સુનાવણીની માંગ કરે તો બે-ત્રણ દિવસમાં જ પ્રક્રિયા કરવી પડશે : તમામ કાર્યવાહી માટે નિયત સમયમર્યાદા : નોટીસ-સમન્સ પાઠવવા પણ નિયમો નિશ્ચિત

► રાજકોટ સહિત દેશભરના સેંકડો કરદાતાઓને પડતી મુશ્કેલી દુર કરવા પ્રયાસ : હેરાનગતિ ઘટાડવાનો પણ આશય

રાજકોટ, તા. 11
કેન્દ્રીય સીધા કરવેરા વિભાગ દ્વારા ફેસલેસ એસેસમેન્ટમાં પડતી મુશ્કેલી અને તેના હિસાબે સર્જાતા કાનુની વિવાદો ઉકેલવાની દિશામાં પહેલ કરવામાં આવી છે. અનેકવિધ નવા નિયમોની સાથે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે ફેસલેસ એસેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે જારી વિસ્તૃત માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે આ સ્કીમ વિશેની ગુંચવણે તથા કાનુની વિવાદ રોકવાનો ઉદ્દેશ છે કરદાતા દ્વારા રૂબરૂ સુનાવણીની વિનંતી કરવામાં આવે તો બે-ત્રણ દિવસમાં જ તે પ્રક્રિયા કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
ફેસલેસ સ્કીમ મામલે કાનુની વિવાદોની સંખ્યામાં મોટો વધારો થતા તથા કેટલાક કિસ્સાઓમાં અદાલત દ્વારા આકરી ટીપ્પણી થવાને પગલે સીબીડીટી દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

સીધા કરવેરા બોર્ડના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, નવા નિયમોથી બીનજરૂરી કાનુની વિવાદો અટકવાની આશા છે. આયકર અધિકારીએ તથા કરદાતાઓ એમ બંને પક્ષકારોના અભિપ્રાયો-સૂચનો મેળવીને કાળજીપૂર્વક આ માર્ગદર્શિકા ઘડવામાં આવી છે.

કરદાતા દ્વારા નોટીસનો જવાબ આપવામાં આવે તો એન્ટ્રલાઇઝડ સિસ્ટમથી યાદી પાઠવવામાં આવે. આ ઉપરાંત કરદાતા છેલ્લામાં છેલ્લા નોંધાયેલા સરનામા પર ફીઝીકલ નોટીસ મોરલના ઉપરાંત મોબાઇલ પર ટેકસ્ટ મેસેજ પણ મોકલવામાં આવે. આ તમામ પ્રક્રિયા માટે નિયત સમયસીમા પણ પાડવામાં આવી છે અર્થાત નિર્ધારીત દિવસોમાં જ પ્રક્રિયા કરવી પડશે જેથી ઢીલ ન થાય.

આ ઉપરાંત તમામ એસેસમેન્ટ ચુકાદામાં નફા-નુકસાનીની ગણતરી સાથેનું સ્ટેટમેન્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે. કરદાતા દ્વારા તંત્ર તથા પોતાના દ્વારા પેશકદમી ગણતરીના નાણાંકીય અંતરનો મુદો ઉપસ્થિત કરવામાં આવે તો સ્ટેટમેન્ટ તૈયાર કરતા પૂર્વે રજુઆતની તક આપવાનું ફરજીયાત કરાયું છે.

કરદાતાઓને હેરાનગતિ રોકવા માટે ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ હેઠળ શોકોઝ નોટીસ અથવા સમન્સ પાઠવવાની પ્રક્રિયા પણ નિર્ધારીત કરવામાં આવી છે. નોટીસ પાઠવવાની થાય તે વિભાગીય વડાની પૂર્વ મંજુરી લેવી પડશે. ઉપરાંત નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર મારફત આપવી પડશે અને તેમાં જવાબ-ખુલાસા રજુ કરવા ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવો પડશે.

ઇલેકટ્રોનિક વેરીફીકેશન શકય ન રહેવાના સંજોગોમાં જ ફીઝીકલ વેરીફીકેશનની છુટ્ટ રહેશે તેવી ચોખવટ સાથે માર્ગદર્શિકામાં એમ જણાવવામાં આવ્યું છે તે હિસાબી સરવૈયા ચકાસવા પડે તેમ હોવાથી તે થઇ શકશે. અલબત તે માટે ચોકકસ કવેરી રજુ કરવી પડશે અને વેરીફીકેશન યુનિટની પરવાનગી મેળવવી પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement