રેવડી કલ્ચર: મોદી-કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ

11 August 2022 02:31 PM
India Politics
  • રેવડી કલ્ચર: મોદી-કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ

♦ ચૂંટણીમાં મફતની યોજનાઓ પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી

♦ વોટબેન્ક માટે કાલે કોઈ પક્ષ પેટ્રોલ-ડિઝલ મફત આપવાની જાહેરાત કરશે: વડાપ્રધાન મોદી

♦ કરોડોની લોન માફી બરાબર પણ ગરીબોને મફત વિજળી-શિક્ષણ અપરાધ! કેજરીવાલનો પ્રશ્ન

નવી દિલ્હી: દેશમાં રેવડી-કલ્ચર અંગે આજે એક તરફ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ રહી છે તે સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે રેવડી કલ્ચરનો જુબાની જંગ શરૂ થયો છે. સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારના ફ્રી-બી અને ચૂંટણીમાં જનતાને મફતની યોજના અપાતા વચન પર હજું ચૂંટણીપંચે કોઈ સ્ટેન્ડ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

સર્વોચ્ચ અદાલતમાં આમ આદમી પાર્ટીએ પણ પક્ષકાર થઈને જનતાને આયામી સુવિધા જો ફ્રી કે આછા દરે આપવામાં આવે તો તેનો વિરોધ થઈ શકે નહી તેવું જણાવીને આ યોજનાઓનો બચાવ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામુ દાખલ કરીને આ પ્રકારની યોજનાઓની જાહેરાતો રાજકીય પક્ષોનો લોકતાંત્રીક અધિકાર છે તેવું જણાવી સર્વોચ્ચ અદાલતને યોગ્ય વિચારણા કરવા જણાવ્યું છે પણ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને લલચાવનારા વાયદા આપીને વોટ બેન્ક બનાવવા માટેના રેવડી ક્લ્ચર પર ફરી એક વખત વિપક્ષો પર પ્રહાર કર્યા હતો.

વડાપ્રધાને જણાવ્યું કે, જો શાસન અને સતાનો સ્વાર્થ હોય તો કાલે કોઈપણ રાજકીય પક્ષ પેટ્રોલ-ડીઝલ મફત કરવાની જાહેરાત કરી શકે છે પણ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે વળતો જવાબ આપતા કહ્યું કે કરદાતાના નાણાથી થોડાક મિત્રોના બેન્ક દેવા માફ કરી દેવામાં આવે છે. કરોડોની લોન માફીની કોઈ ચર્ચા થતી નથી પણ જો શિક્ષણ, વિજળી અને આરોગ્ય સેવામાં મફત અપાય તો તેને ગુન્હો બની જાય છે.

કેજરીવાલે વડાપ્રધાનને મળતી મફત સુવિધા અંગે પણ લોકમતની માંગ કરી હતી તથા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે કેન્દ્ર સરકાર જ મફત શિક્ષણ, આરોગ્ય તથા બેરોજગારી ભથ્થાની જાહેરાત કરે તેવી અમારી માંગ છે.


Related News

Loading...
Advertisement
Advertisement