ભારત-અમેરિકાના સૈન્ય અભ્યાસની યોજના પર ડ્રેગન છંછેડાઈ ગયો

11 August 2022 02:36 PM
India World
  • ભારત-અમેરિકાના સૈન્ય અભ્યાસની યોજના પર ડ્રેગન છંછેડાઈ ગયો

શ્રીલંકામાં ચીનનું જાસૂસી જહાજ ભારતે રોકતા ‘ગ્લોબલ ટાઈમ્સ’ની ચેતવણી

બીજીંગ (ચીન) તા.11
ચીન સીમા પાસે ઉતરાખંડમાં ભારત અને અમેરિકા અને ભારતની સેનાના યુદ્ધ અભ્યાસ અને શ્રીલંકામાં જાસૂસી જહાજ રોકવાના મામલે ચીન ભારત સામે ગુસ્સે ભરાયું છે અને ચેતવણી પણ આપી છે.

ચીનનું સરકારી વાજૂ ‘ગ્લોબલ ટાઈમ્સ’ એ ભારત વિરુદ્ધ પ્રહારો કર્યા છે. ‘ગ્લોબલ ટાઈમ્સ’ એ લખ્યું છે- ભારત અને અમેરિકા વચ્ચે ચીનની સીમા પાસે ભલે સૈન્ય અભ્યાસ પુર્વે આયોજીત હોય પણ ભારત અને અમેરિકા વચ્ચે ખરાબ થતા સંબંધો વચ્ચે નવી દિલ્હીનું તેના પર જોર દેવુ ખરાબ સંદેશ આપે છે.

‘ગ્લોબલ ટાઈમ્સ’ના કથિત વિશેષજ્ઞના હવાલાથી કહેવાયુ છે કે ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-5 ને શ્રીલંકા જવા રોકવાને લઈને લખ્યું છે- ભારત હિન્દ મહાસાગરને ભારતીય મહાસાગરના રૂપમાં જુએ છે, પરંતુ આ સંભવ નથી.

ખરેખર તો ભારત અને અમેરિકા વચ્ચે ઓકટોબરના મધ્યમાં ઉતરાખંડમાં 10 હજાર ફુટની ઉંચાઈ પર ઓબીમાં સૈન્ય અભ્યાસ થવાનો છે. અભ્યાસ દરમિયાન બન્ને દેશો અત્યધીક ઉંચાઈવાળા વિસ્તારમાં યુદ્ધની તાલીમ લેશે. આ વિસ્તાર ચીનની સીમાથી માત્ર 100 કિલોમીટર દૂર છે.


Related News

Loading...
Advertisement
Advertisement