શ્રીલંકામાં લાખો મહિલાઓના જીવન દાવ પર

11 August 2022 02:46 PM
India World
  • શ્રીલંકામાં લાખો મહિલાઓના જીવન દાવ પર

સ્વાસ્થ્ય સેવાના અભાવે 2.15 લાખ ગર્ભવતી મહિલાઓ માટે યોગ્ય ભોજન કે આરોગ્ય સારવાર નથી

કોલંબો,તા. 11
શ્રીલંકામાં શાસન પલ્ટા પછી પણ હજુ લોકો માટેની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી અને આર્થિક સંકટના કારણે આ ટાપુ રાષ્ટ્રની 20 લાખથી વધુ મહિલાઓના જીવન દાવ પર લાગી ગયા છે અને જો તેમને આગામી છ માસમાં જીવનરક્ષક સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ ન કરાવાઇ તો શ્રીલંકાની એક આખી પેઢી કુપોષિત જન્મે તેવી શક્યતા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટ મુજબ શ્રીલંકા તેના સ્વતંત્રતા બાદની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ખાસ કરીને અગાઉ જ શ્રીલંકાની સ્વાસ્થ્ય પ્રણાલી નબળી હતી અને હવે આર્થિક તંગીના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લગભગ પડી ભાંગી છે. ખાસ કરીને શ્રીલંકાની ગર્ભવતી મહિલાઓ માટે તેના સંતાનો અને ખુદના માટે યોગ્ય આહાર, દવા વગેરે એક સૌથી મોટો પ્રશ્ન છે.

શ્રીલંકામાં હાલમાં 2.15 લાખ મહિલાઓ ગર્ભવતી છે. જેમાં 11 હજાર તો સગીર વયની છોકરીઓ છે અને આગામી છ માસમાં તેઓ બાળકને જન્મ આપશે તેમાં 60,000થી વધુ મહિલાઓ માટે સિઝેરીયન ડીલેવરી જરુરી બનશે પરંતુ તે માટે આ મહિલાઓ પાસે યોગ્ય નાણા કે તબીબી સુવિધાઓ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement