મુખ્યમંત્રી નિવાસે રક્ષાબંધન પર્વની ઉજવણી

11 August 2022 02:49 PM
Ahmedabad Gujarat
  • મુખ્યમંત્રી નિવાસે રક્ષાબંધન પર્વની ઉજવણી

બ્રહ્માકુમારી વગેરે સંસ્થાની મહિલાઓ તથા ભાજપ મહિલા મોરચાની બહેનોએ ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવ્યો હતો.

આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી. રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી


Related News

Loading...
Advertisement
Advertisement