‘લાલસિંહ ચઢ્ઢા’માં આમિર ખાન પૂરેપૂરો નિખર્યો: પૂરી થઈને પણ અધૂરી પ્રેમકથા દર્શકોને રડાવી દેશે

11 August 2022 03:31 PM
Entertainment
  • ‘લાલસિંહ ચઢ્ઢા’માં આમિર ખાન પૂરેપૂરો નિખર્યો: પૂરી થઈને પણ અધૂરી પ્રેમકથા દર્શકોને રડાવી દેશે

► ફિલ્મનો બોયકોટ કરનારાઓ માટે થપ્પડ સાબિત થશે આ ફિલ્મ

► હોલિવુડની ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું સફળ ભારતીયકરણ જે મૂળ ફિલ્મ કરતા પણ બહેતર: ફિલ્મમાં ભારતની પાંચ દાયકાની ઘટનાઓની ઘટનાઓનું બેક ગ્રાઉન્ડ: અહીં દિલ્હી દંગા છે, ઈંદિરાજીની હત્યા છે ને અબ કી બાર મોદી સરકારના સૂત્રો પણ છે!

મુંબઈ: આમિર ખાનની નવી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ આજે દેશભરમાં રિલીઝ થઈ છે. આમિર ખાન એવા એકટર છે જે વાર્તા પણ ચોટદાર પસંદ કરે છે અને ફિલ્મ પણ વિષયને અનુરૂપ ચોટદાર બનાવે છે. ભલે આ ફિલ્મ હોલિવુડની ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’થી પ્રેરિત હોય પણ આમિર ખાન આ ફિલ્મનું ભારતીયકરણ કરવામાં સફળ રહ્યા છે.

આ ફિલ્મમાં 1984નું હિન્દુસ્તાન છે તો દેશમાં છેલ્લા 50 વર્ષમાં બનેલી ઘટનાઓ એક પ્રેમ કથાની આડમાં રજૂ થઈ છે. આ ફિલ્મના એક દ્દશ્યમાં પંજાબથી આવેલો એક બાળક દિલ્હીમાં વડાપ્રધાનના આવાસની સામે પોતાના પરિવાર સાથે ફોટા ખેંચાવી રહ્યો છે અને પાછળથી ગોળીઓ ફૂટવાનો અવાજ આવે છે. પોતાના ગામ પાછા ફરવા માં સાથે નીકળેલા આ બાળકની નજર સામે જ તેના રીક્ષા ચાલકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી નાખવામાં આવે છે. માં પોતાના બાળકને લઈને દૂકાનોની ઓથમાં છુપાઈ છે અને નીચે પડેલા કાચના ટૂકડા લઈને માં તેના દીકરાની ‘જૂડી’ (શિખ બાળકોને પહેરાવતી) ખોલીને તેના વાળ કાપીને નાખે છે.

અહીં 1984ના શિખ દંગાની વાત છે દેશમાં છેલ્લા વર્ષમાં બનેલી ઘટનાઓને એક પ્રેમ કથામાં આમિરે આબાદ ઝીલી છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ સોશિયલ મીડિયા એ ‘શૂરવીરો’નાર નિશાને આવી છે જેમને કોઈપણ ‘ખાન’ સ્ટાર્સ સામે ચીડ છે. એમને ખબર નથી કે એક ફિલ્મ બને છે અને ચાલે છે તો મુંબઈના હજારો પરિવારોના ચૂલા સળગવાની ગેરંટી બને છે. ખરેખર તો ‘લાલસિંહ ચઢ્ઢા’ હિન્દી સિનેમાની સફરનો એક પ્રશંસનીય દસ્તાવેજી પ્રયાસ છે. જેને જોઈને દરેક લોકોની આંખમાં આંસુ આવી જશે. જેણે જીવનમાં એકવાર પણ પ્રેમ કર્યો છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ 6 ઓસ્કાર એવોર્ડ જીતનાર હોલિવુડની ‘ફોરેસ્ટ ગંપ’ની અધિકૃત રિમેકે છે જેણે એ ફિલ્મ જોઈ છે

તેને ‘લાલસિંહ ચઢ્ઢા’ મૂળ ફિલ્મ કરતા બહેતર લાગશે. ફિલ્મના લેખક અતુલ કુલકર્ણીએ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસના હિસાબે ગજબની સંવેદનશીલતાથી ભારતીયકરણ કયુર્ં છે. ફિલ્મનો નાયક લાલસિંહ ચઢ્ઢા થોડા બુધ્ધુ પ્રકારનો બાળક છે, તે મગજથી ઓછો દિલથી વધુ સમજે છે. વાસ્તવિક જીવનમાં પણ હજુ પણ આવા લોકો ‘બુધ્ધુ’ જ કહેવાય છે. આ ફિલ્મના નિર્દેશક તરીકે ભલે અદ્વેત ચંદનનું નામ હોય તેમ છતા ફિલ્મ પર આમિરની છાપ છે. આ ફિલ્મનું વાતાવરણ 80ના દસકાનું છે, જેમાં ભારતીય વિન્વ કંપમાં ભારતને મળેલી પહેલી જીત, અમૃતસરમાં ત્રાસવાદી વિરોધી ઓપરેશન બ્લુસ્ટાર છે તો ઈન્દિરા ગાંધીની હત્યા પણ છે,

તેમના અંતિમ સંસ્કારોમાં હાજર રાજીવ ગાંધી છે, બાબરી વિધ્વંશ છે, લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા છે, મુંબઈના બોમ્બ ધડાકા છે. અબુ સાલેમ અને મોનિકા બેદીની પ્રેમકથા છે અને વારાણસીના ઘાટ પર લખેલો નારો ‘અબ કી બાર મોદી સરકાર’નું સૂત્ર પણ છે. ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ કોઈ પ્રોજેકટ નથી, સિનેમા છે. ફિલ્મના શરૂઆતમાં દ્દશ્યમાં ‘પી કે’ ફિલ્મની ઝલક પણ જોવા મળે છે.

આમિરનો કમાલનો અભિનય ફિલ્મની આત્મા છે. ખાસ તો આ ફિલ્મમાં આમિર ખાન કયાં આમિર ખાન નથી લાગતો એ જ તેના અભિનયની કમાલ છે. આ ફિલ્મમાં રૂપા ડિસૂઝાના પાત્રમાં કરીના કપૂરે પણ કમાલ કરી છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ ખરેખર મહેનતથી બનાવેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમને 72 હૂર (પરી)ના સપના દેખાડવાની વાત પણ છે સત્યજીત પાંડેની સિનેમેટોગ્રાફીમં અદભૂત ભારત દર્શન છે. એડીટીંગ ચુસ્ત છે. ફિલ્મની કમજોર કડી સંગીત છે સારી ફિલ્મના મોટા ભાગના તત્વો ફિલ્મમાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement