અદાણી ગ્રુપ હવે મેટલ સેક્ટરમાં : રૂા. 41600 કરોડના ખર્ચે એલ્યુમીનીયમ રિફાઈનરી સ્થાપશે

11 August 2022 03:38 PM
India
  • અદાણી ગ્રુપ હવે મેટલ સેક્ટરમાં : રૂા. 41600 કરોડના ખર્ચે એલ્યુમીનીયમ રિફાઈનરી સ્થાપશે

ઓડિશામાં કેપ્ટીવ પાવર પ્લાન્ટ સાથે રિફાઈનરી સ્થાપવા કંપની દ્વારા તૈયારી

નવી દિલ્હી,તા.11
દેશના ટોચના ઉદ્યોગગૃહ તરીકે ઉભરી રહેલા અદાણી દ્વારા હવે મેટલ સેક્ટરમાં પણ ધમાકા સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી છે અને રૂા. 41600 કરોડના ખર્ચે એલ્યુમીનીયમ રીફાઈનરી સ્થાપશે. અદાણી ગ્રુપ તેની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ મારફત ઓડિસામાં એલ્યુમીનીયમ રિફાઈનરી સ્થાપવાની સાથે એક કેપ્ટીવ પાવર પ્લાન્ટ પણ સ્થાપશે. જેના કારણે આ રિફાઈનરી માટેની વીજળી પણ અદાણી ગ્રુપ જ ઉત્પાદન કરશે.

ગત વર્ષે અદાણી ગ્રુપે મુદ્રા એલ્યુમીનીયમ લીમીટેડ નામની એક કંપની સ્થાપી હતી. અને બાદમાં સંકેત મળી ગયા હતા તે અદાણી ગ્રુપ હવે મેટલ સેક્ટરમાં કદમ રાખી રહી છે અને ભારતમાં હાલ આ ક્ષેત્રમાં આદીત્ય બિરલા ગ્રુપ તથા વેદાંત સમુહની હાજરી છે. ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની અદાણી ગ્રુપ સતત અલગ અલગ ક્ષેત્રમાં પોતાના રોકાણ અને મહત્વ વધારી રહી છે.

હાલમાં જ 5-જી સ્પેક્ટ્રમમાં અદાણી ડેટા દ્વારા લીલામીમાં હિસ્સો લઇને કોમર્શિયલ ધોરણે ડેટા બિઝનેસ માટેની તૈયારી કરી લીધી છે. તો ગત વર્ષે અદાણી ગ્રુપે સિમેન્ટ ક્ષેત્રમાં પણ હોલ્સિમ અને એસીસી તથા અંબુજા સિમેન્ટ ખરીદવા નિર્ણય લીધો હતો. આમ આ ગ્રુપ હાલ ગ્રીન એનર્જીમાં પણ આગળ વધી રહી છે. જ્યારે દેશમાં વિમાની મથકોના સંચાલન ઉપરાંત ગેસ ક્ષેત્રે પણ અદાણી ગ્રુપ મોખરાનું ગણાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement