ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેતા જગદીપ ધનખડ

11 August 2022 03:41 PM
India
  • ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેતા જગદીપ ધનખડ
  • ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેતા જગદીપ ધનખડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હોદ્દા તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા : રાષ્ટ્રપતિ ભવનના સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેબીનેટ મંત્રીઓની હાજરી

નવી દિલ્હી,તા.11
દેશનાં 14મા ઉપરાષ્ટ્રપતિ પદે આજે જગદીપ ધનખરે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધનખડને હોદ્દા તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં વિદાય લઇ રહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સીવી રમન્ના સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ધનખડ ગત તા. 6નાં રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર તરીકે 346 મતે ચૂંટાઈ આવ્યા હતા. શ્રી ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરશે. તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.

આજે શપથગ્રહણ વિધિ પૂર્વે રાજઘાટ ખાતે જઇને મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલી કરી હતી. એક ખેડૂત પુત્ર તરીકે જાણીતા જગદીપ ધનખડએ સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી તરીકે પણ પ્રેકટીસ કરી છે અને તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.


Related News

Loading...
Advertisement
Advertisement