રક્ષાબંધન પૂર્વે પડવલામાં ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા

11 August 2022 03:46 PM
Rajkot
  • રક્ષાબંધન પૂર્વે પડવલામાં ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા
  • રક્ષાબંધન પૂર્વે પડવલામાં ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા
  • રક્ષાબંધન પૂર્વે પડવલામાં ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા
  • રક્ષાબંધન પૂર્વે પડવલામાં ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા

► લવમેરેજ કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારના ત્રણ સબંધીએ ગઈકાલે પડાવલામાં આવેલા કારખાનામાં ઘુસી યુવકના શ્ર્વાસ રૂંધાય ગયા ત્યાં સુધી ધોકા વડે બેફામ ફટકાર્યો

રાજકોટ,તા.11 : પડવલા જીઆઈડીસી ખોડિયાર બોરવેલ કારખાનામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અરૂણભાઇ શ્રીભગવાનદિન ગોયલ (આહીરવાર) (ઉ.વ.45)ના પુત્ર પિયુષ ઉર્ફે લાલાએ ચારેક મહિના પહેલા યુવતીને ભગાડી જઇ લવમેરેજ કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના સબંધીએ હત્યા કરવાના ઇરાદે ગઈકાલે કારખાનામાં ઘુસી યુવકને ધોકા અને પાવડા વડે આડેધડ ઘા ઝીંકી હત્યા કર્યા બાદ મૃતકની પત્નીનું અપહરણ કર્યાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પિતા અરુણભાઈની ફરિયાદ અનુસાર યુવતીના સબંધી શીનો વિભાભાઈ વાલા,રાદેવ જેહળ મલાણી અને વિહળ આલાભાઈ માલાણીનું નામ આપતા તેઓની સામે 302,365, 449,323,114 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.અરુણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી પત્ની તથા બારી બે દિકરીઓ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અને ભાડાની દુકાનમાં શાકભાજી નો વેપાર કરું છુ.અગાઉ ત્રણેક વર્ષ પહેલા અમો વેરાવળ શાંતીધામા મા રહેતા નાથીબેન ચારણની દિકરી કુવરને મારા દીકરા પીયુષ ઉર્ફે લાલા સાથે પ્રેમ સંબંધ થતા તેઓ ભાગીને રાજેસ્થાન બાદ અમારા વતનમા ઉતરપ્રદેસ જતા રહેલ

► લોહીલુહાણ હાલતમાં યુવકને મૂકી તેની પત્નીનું કારમાં અપહરણ કરી લઈ ગયા:મારામારીમાં વચ્ચે પડેલા યુવકના પિતાને પણ ઇજા:મૃતકના પિતાની ફરિયાદ પરથી હત્યા,અપહરણની કલમ હેઠળ કાર્યવાહી

જેથી નાથીબેન શાપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી બાદ પોલસ મારા દિકરા ની ધરપકકડ કરી હતી.નવ મહિના જેલમાં રહેલ બાદ તે છુટી જતા મારો દીકરો પીયુષ ઉર્ફે લાલો તથા આ નાથીબેનની દિકરી અલય ઉર્ફે કુવર બન્ને અમારા વતનમા રહેવા જતા રહેલ હતા અને છએક મહિના થી ત્યાં રહેતા હતા.બાદમાં ગયા સોમવારે જ અહીં આવ્યા હતા. ગઈકાલે સવારના કરણ તથા તેનો નાનો ભાઇ કાનો તથા એક તેના કોઇ ઓળખીતા એમ ત્રણ માણસો એકટીવા લઇને અલય ઉર્ફે કુવર ને મળવા આવેલ અને મારો ભાઇ તથા ભાભી અલય ઉર્ફે કુવરને મળી ને એકાદ કલાક બાદ જતા રહેલ હતા બાદ બપોરના સાડા ત્રણેક પોણા ચારેક વાગ્યે હુ તથા મારી દિકરી આરતી બન્ને કારખાનાના છાપરા નીચે જમતા હતા અને મારો દિકરો પીયુષ ઉર્ફે લાલો તથા અલય ઉર્ફે કુવર બન્ને કારખાનાની ઓફિસમા હતા.

તે દરમ્યાન આ અલય ઉર્ફે કુવરના સગા સીનો વિભાભાઇ વાલા,રાદેવ જેહળ ભાઇ માલાણી તથા વિહળ આલાભાઇ માલાણી એમ ત્રણે સફેદ કલરની અલટ્રો કાર નંબર જી.જે.10 બીજી 5634 લઇને આવેલ અને ગાડી કારખાનાના ગેઇટ પાસે ઉભી રાખી ત્રણેય જણા હાથમાં લાકડા ના ધોકા (પાવડા ના હાથા જેવા) લઇને નીચે ઉતરી કારખાના મા અંદર આવી સીધા ઓફિસમાં ગયા હતા. ત્યા મારો દિકરો પીયુષ ઉર્ફે લાલો હતો તેઓએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી મારવા લાગેલ જેથી હુ તથા મારી દિકરી આરતી બન્ને દોડીને ત્યા ગયેલ અને હુ વચ્ચે પડી મારા દિકરા લાલા ને છોડાવવા કોશિશ કરેલ તો રાદેવ મને પાછળ કમરના ભાગે ધોકાનો એક ઘા મારેલ તેમજ મને ધક્કો દઇ પછાળી દીધેલ અને મારા દિકરા પીયુષ ઉર્ફે લાલા ને માથા મા આ ત્રણેય લાકડા ના ધો કાથી માર મારતા તેને માથામાથી લોહી નીકળવા લાગેલ અને તે ભાગી ને કારખાના ની ગેઇટની બહાર નીકળી ગયેલ તો આ ત્રણેય જણા તેની પાછળ દોડી કારખાના ગેઇટ સામે રસ્તા ઉપર લાલા ને પકડી લીધો હતો અને ધોકાથી મારવા લાગ્યા હતા.

► યુવતીને ભગાડી જવા મામલે બે વર્ષ પહેલાં શાપરમાં ફરિયાદ થઈ હતી:પોલીસે ઉત્તરપ્રદેશથી યુવકને શોધી લેતા નવ મહિના જેલમાં રહ્યો અને યુવતી પરિવારને સોંપી હતી:જેલમાંથી છૂટ્યા બાદ બંને ફરી ભાગી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ રહેવા લાગ્યા’તા

જેથી લાલો નીચે પડી ગયેલ તો આ ત્રણેય જણા એ પીયુષ ઉર્ફે લાલા ને માથામા લાકડા ના ધોકાથી પાંચ છ ઘા ત્રણેયે વારાફરથી મારેલ અને લાલો હલન ચલન કરતો બંધ થઈ પડી ગયો હતો ત્યા સુધી તેને બેફામ મારમાર્યો હતો અને તે પછી તેઓ સાથે લઇને આવેલ લાકડાના ધોકા માંથી એક ધોકો ત્યા ફેકી તેમજ બીજા બે ધોકા સાથે લઇ તેઓ લઇને આવેલ અલટ્રો ગાડી મા બેસી જતા રહ્યા હતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા. ઘટના બાદમાં અલય ઉર્ફે કુવર બહાર આવતા આ ત્રણેય જણાએ અલય ઉર્ફે કુવરને બળજબરી થી તેની ગાડીમા બેસાડી દીધેલ ત્યારે અલય ઉર્ફે કુવર મારો છોકરો એવુ બોલતી હતી ત્યારે આ ત્રણેય જણા કોણ તારો છોકરો તેવુ કહિ છોકરાને લીધા વગર આ ત્રણેય માણસો અલય ઉર્ફે કુવર ને તેની ગાડી મા બેસાડી તેનુ અપહરણ કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો જે અંગે પીએસઆઈ કે.એ.ગોહિલે વધુ તપાસ આદરી છે.

પિયુષ ઉર્ફે લાલાની હત્યાથી અઢી વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું
પિયુષ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો.તેમજ તેમને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર હતો.સૌથી મોટી પ્રીતી છે તેના લગ્ન જયેશ પટેલ(રહે.વેરાવળ વાળા) સાથે કરેલ છે. તેનાથી નાનો પીયુસ ઉર્ફે લાલો છે. તેનાથી નાની પુજા તથા સૌથી નાની આરતી છે જે બન્ને અપરણીત છે. અગાઉ ત્રણેક વર્ષ પહેલા વેરાવળ શાંતીધામમાં રહેતા હતા તે વખતે વેરાવળ મા નાથીબેન ચારણ ના ઘર પાસે ચા કેબીન હતી ત્યા અરુણભાઈ અને તેમનો પુત્ર પીયુષ ઉર્ફે લાલો બેસતા હતા.તે દરમ્યાન નાથીબેન ચારણની દિકરી કુવરને દીકરા પીયુષ ઉર્ફે લાલા સાથે પ્રેમ સંબંધ થયો હતો.

ત્રણ મહિના પહેલા જ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા:ગયા સોમવારે જ પીયૂસ,તેની પત્ની અને પુત્ર ઉત્તરપ્રદેશથી પડવલા રહેવા આવ્યા’તા
મૃતકના પરિવારના જણાવ્યા મુજબ ગયા સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે આ અલય ઉર્ફે કુવર તથા મારો દીકરો પીયુષ ઉર્ફે લાલો બન્ને પડવલા અમો રહીએ છીએ ત્યાં આવ્યા હતા અને અમારી સાથે રહેતા હતા અને બાદ સવારના નાથીબેનનો દિકરો કરણ મળવા આવ્યો બાદ બપોરના નાથીબેન મળવા આવેલ બાદ રાત્રીના કરણ તથા તેનો કુંટુંબીક ભાઇ મળવા આવ્યા હતા ત્યારે તેણે તેની દિકરી ને મોબાઇલ આપ્યો હતો.તેમના ત્રણેક મહિના પહેલા જ રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement