ઓઇલ મીલો પર દરોડા ચાલુ : તેલના ચાર નમુના લેવાયા

11 August 2022 03:55 PM
Rajkot
  • ઓઇલ મીલો પર દરોડા ચાલુ : તેલના ચાર નમુના લેવાયા
  • ઓઇલ મીલો પર દરોડા ચાલુ : તેલના ચાર નમુના લેવાયા
  • ઓઇલ મીલો પર દરોડા ચાલુ : તેલના ચાર નમુના લેવાયા

રાજમોતી, મહેન્દ્ર, ઉમીયાજી મીલમાંથી સેમ્પલીંગ : રાજગરા ભાખરી અને ચટણીના પણ સેમ્પલ લીધા : ફૂડ વિભાગે વધુ આઠ દુકાનદારોને નોટીસ ફટકારી

રાજકોટ, તા. 11 : શ્રાવણ માસમાં ફૂડ વિભાગની ટીમ સતત ફિલ્ડમાં દોડાદોડી કરી રહી છે ત્યારે ઓઇલ મીલોમાંથી પણ તેલના નમુના લેવાનું ચાલુ રાખ્યું છે. ગઇકાલે વધુ ત્રણ મીલમાંથી તેલના ચાર નમુના અને દુકાનોમાંથી ફરાળી વસ્તુના સેમ્પલ લેવાયા હતા. ભાવનગર રોડ પર આવેલ રાજમોતી ઓઇલ ઇન્ડ.માં 15 કિલોના ડબ્બામાંથી સીંગતેલ અને કપાસીયા તેલ, ટાગોર રોડ પર આવેલ મહેન્દ્ર ઓઇલ મીલમાં 15 કિલોના ડબ્બામાંથી કિસાન બ્રાન્ડ ડબલ ફિલ્ટર સીંગતેલ, કોઠારીયા રોડના ઉમિયાજી ઓઇલ મીલમાંથી રોયલ રીફાઇન કપાસીયા તેલનો નમુનો લેવાયો હતો.

ઉપરાંત રૈયા રોડ પર સદગુરૂ તીર્થધામ સામે આવેલ ભગવતી સ્વીટમાંથી ફરાળી કટક બટક રાજગરા ભાખરી અને પુષ્કરધામ મેઇન રોડ પર શ્રીરામ લીલી ચટણીનો નમુનો લઇ તમામ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ, વાણિયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ, ગાયત્રી નગર વિસ્તારમાં 27 પેઢીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 પેઢીને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે તો વેંચાણ થતી સિલ્વર ફોઈલ વાળી મીઠાઇ, કાજુ કતરી, પેંડા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વગેરેના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી.

જે જગ્યાએ તપાસ કરવામાં આવી તેમાં (1) જલારામ પેટીસ (2)મુરલીધર પેટીસ (3)સમર્પણ પેટીસ (4)શક્તિ વિજય ફરસાણ (5)જલારામ ડેરી ફાર્મ (પેટીસ) (6)શ્રી અશોક ડેરી ફાર્મ / પેટીસ (7)શ્રી ગૌતમ ફરસાણ (8)ભાનું પેટીસ (ફરાળી પેટીસ) ને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (9)જલિયાણ ફરસાણ (10)ઉમિયા ફરસાણ (11)જય સિયારામ ફરસાણ (12)મહાવીર નમકીન (13)શ્રી ધારેશ્ર્વર ડેરી ફાર્મ (14)જય યોગેશ્વર ડેરી ફાર્મ (15)અશોક વિજય ડેરી ફાર્મ (16)સત્યમ ડેરી ફાર્મ (17)દિલિપ ડેરી ફાર્મ (18)જય કિશાન ડેરી ફાર્મ (19)મુરલીધર ફરસાણ (20)ગણેશ ડેરી ફાર્મ (21)નવનીત ડેરી ફાર્મ (22)શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (23)માટેલ ડેરી ફાર્મ (24)કનૈયા ડેરી ફાર્મ (25)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર (26)ભારત ડેરી ફાર્મ (27)વિકાસ ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement