ગુજરાતમાં મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કરશે કોંગ્રેસ : બજારો તથા રીટેલ માર્કેટમાં ખાસ ‘ચોપાલ’ યોજશે

11 August 2022 04:03 PM
Gujarat India Politics
  • ગુજરાતમાં મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કરશે કોંગ્રેસ : બજારો તથા રીટેલ માર્કેટમાં ખાસ ‘ચોપાલ’ યોજશે

તા.28ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં જંગી જાહેરસભાનું પણ આયોજન

નવી દિલ્હી,તા. 11 : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ફરી એક વખત મોંઘવારી સામે રણશીંગુ ફુંક્યું છે જેમાં હવે તમામ વિધાનસભા વિસ્તારોમાં તા. 17 થી 23 ઓગસ્ટ સુધી મહેંગાઈ ચોપાલ યોજશે જેમાં રીટેલ માર્કેટ, તમામ બજારો અને અન્ય સ્થળોએ લોકોને મોંઘવારી સામે જાગૃત થવા અપીલ કરશે તથા તા. 28 ઓગસ્ટના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પે હલ્લાબોલ રેલી પણ યોજાશે.

કોંગ્રેસ દ્વારા આ અંગે એક યોજના તૈયાર કરવામાં આવી છે અને આ મોંઘવારી વિરોધી અભિયાનમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં મોંઘવારીને મુદ્દો બનાવીને દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો આપવાની તૈયારી કરી છે અને ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ કોંગ્રેસ પક્ષ અન્ય રાજ્યોમાં પણ

આ અંગે મોંઘવારી વિરુધ્ધ ચોપાલ યોજવા માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ બિહારમાં જે રીતે નિતીશકુમાર દ્વારા ભાજપ સાથેના ગઠબંધનનો અંત લાવીને રાજદ અને કોંગ્રેસ સાથે જોડાણ કરી સરકાર રચી ત્યારબાદ હવે વિપક્ષમાં એક નવી આશા સર્જાઈ છે અને તેના ભાગરુપે પક્ષ દ્વારા આ અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.


Related News

Loading...
Advertisement
Advertisement