રાજકીય પક્ષોનાં મફત યોજનાના ચૂંટણી વચનો પર હવે તા. 17ના રોજ સુનાવણી

11 August 2022 04:04 PM
India
  • રાજકીય પક્ષોનાં મફત યોજનાના ચૂંટણી વચનો પર હવે તા. 17ના રોજ સુનાવણી

ચૂંટણી પંચે સુપ્રિમની નિષ્ણાંત પેનલમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો : સર્વોચ્ચ અદાલતોના વિધાનોથી પંચની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે : સ્પષ્ટ વાત

નવી દિલ્હી,તા.11
દેશમાં રાજકીયપક્ષો દ્વારા ચૂંટણી સમયે મફત યોજનાઓના અપાતા વચન અને કરાતી લ્હાણીઓ અંગે સુપ્રિમ કોર્ટે અપનાવેલા આકરા વલણમાં હવે વધુ સુનાવણી તા. 17નાં રોજ થશે. સર્વોચ્ચ અદાલતમાં આજે ચૂંટણી પંચે ફ્રી બીસ અંગેની નિષ્ણાંતોની પેનલમાં પોતે સામેલ થઇ શકશે નહીં તેવું જણાવી દીધું હતું.

એક બંધારણીય સંસ્થા હોવાના નાતે આ પ્રકારની નિષ્ણાંત પેનલમાં સ્થાન મેળવી શકે નહીં તેવું જણાવા ઉપરાંત ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને એ પણ અફસોસ દર્શાવ્યો હતો કે આપના દ્વારા ફ્રી બીઝ અંગે ચૂંટણી પંચને ટાંકીને જે વિધાનો કરાયા છે તેનાથી પંચની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું છે.

સર્વોચ્ચ અદાલતે ગત સુનાવણી સમયે ફ્રી બીઝ અંગે ચૂંટણી પંચના વલણ પર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મતદારોને લાંચ આપવા જેવા મફત યોજનાઓની રાજકીય પક્ષો ઓફર કરતા હોય છે તે સમયે ચૂંટણી પંચ પોતાના હાથ બંધાયેલા મહેસુસ કરે છે તો પછી ચૂંટણી પંચને ભગવાન જ બચાવી શકે.

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના તા. 26ના રોજ નિવૃત થઇ રહ્યા છે અને તેઓ પોતાની નિવૃતિ પૂર્વે આ કેસમા ચૂકાદો આપવા માગે છે તેવું જણાવીને તા. 17ના રોજ સંબંધીત પક્ષોને તેમની ભલામણો સુપ્રત કરવા જણાવી દેવાયું છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ફ્રી બીઝ અંગે કોઇ નિશ્ચિત વ્યાખ્યા નથી, લોક કલ્યાણ એ સરકારની જવાબદારી છે.


Related News

Loading...
Advertisement
Advertisement