મોદીના વિધાનો પર પ્રિયંકાનો પલટવાર

11 August 2022 04:05 PM
India Politics
  • મોદીના વિધાનો પર પ્રિયંકાનો પલટવાર

આડીઅવળી વાતો છોડો, મોંઘવારીની વાત કરો

નવી દિલ્હી,તા. 11 : રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા ગત તા. 5ના રોજ મોંઘવારીના વિરોધમાં દિલ્હીમાં કાળા કપડા પહેરીને કરાયેલા દેખાવો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટિપ્પણીનો કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આકરો જવાબ આપ્યો છે. શ્રી મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર હુમલો કરતાં કહયું

કે આ લોકો કાળા કપડા પહેરીને નિરાશા અને હતાશાનો કાળ સમાપ્ત થઇ જશે તેવું માને છે પણ તેઓ કાંઇ પણ કરી લે જનતા તેમના પર વિશ્ર્વાસ કરશે નહીં. શ્રી મોદીના આ વિધાનો પર પ્રિયંકા ગાંધીએ ટવીટ કરીને લખ્યું કે નરેન્દ્ર મોદીજી, તમે આડીઅવળી વાતો ન કરો એ બતાવો મોંઘવારી વધારીને શા માટે જનતાને લૂંટી રહ્યા છે, લોકોને કાળા કપડા સામે ફરિયાદ નથી પરંતુ તમારા નેતૃત્વ પર પ્રશ્ન છે.


Related News

Loading...
Advertisement
Advertisement