મમતાને વધુ એક ફટકો : તૃણમુલ નેતા અનુવ્રત મંડલની ધરપકડ કરતી સીબીઆઈ

11 August 2022 04:07 PM
India Politics
  • મમતાને વધુ એક ફટકો : તૃણમુલ નેતા અનુવ્રત મંડલની ધરપકડ કરતી સીબીઆઈ

પશુઓની તસ્કરીના મામલામાં બિરભૂમ જિલ્લાના ટીએમસી નેતાને કેન્દ્રીય તપાસ એજન્સી ઉઠાવી ગઇ

કોલકાતા,તા. 11 : પશ્ચીમ બંગાળમાં મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસ પર વધુ સિકંજો કસાઈ રહ્યો છે અને સીબીઆઈએ આજે તૃણમુલ નેતા અનુવ્રત મંડલને 2020ના પશુઓની તસ્કરીના મામલામાં ધરપકડ કરી રિમાન્ડ પર લેવા કોર્ટમાં રજૂ કર્યા છે. અનુવ્રત મંડલએ બિરભૂમ જિલ્લામાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ છે અને મમતા બેનરજીની નજીક માનવામાં આવે છે.

આજે સવારે સીબીઆઈની ટીમ મંડલના નિવાસે પહોંચી હતી અને તેમની ધરપકડ કરીને હવે અદાલતમાં લઇ જવા તૈયારી છે. સીબીઆઈના કાફલાની પાંચથી છ ટીમો વ્હેલીસવારથી જ અનુવ્રતના નિવાસને ઘેરી લીધું હતું અને બાદમાં તેમની પુછપરછ શરુ કરવામાં આવી હતી. આ સમયે કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને હવે મમતાના વધુ એક સાથી જેલભેગા થાય તેવા સંકેત છે.

2020માં અનુવ્રત મંડલ પર બાંગ્લાદેશમાંથી 20,000થી વધુ પશુઓની તસ્કરીનો કેસ દાખલ થયો હતો અને બે વખત તેમને અદાલતમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેઓએ આ સમન્સને નહીં ગણકારતા આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેના મહિલા મિત્રની એન્ફોર્સમેન્ટવિભાગે ધરપકડ કરી હતી. આમ મમતાને વધુ એક ફટકો પડ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement