ક્રિપ્ટો એક્સચેન્જ મારફત રૂા. 100 કરોડ વિદેશી વોલેટમાં ટ્રાન્સફર કરી દેવાયા : 10 એક્સચેન્જ રડાર પર

11 August 2022 04:08 PM
India
  • ક્રિપ્ટો એક્સચેન્જ મારફત રૂા. 100 કરોડ વિદેશી વોલેટમાં ટ્રાન્સફર કરી દેવાયા : 10 એક્સચેન્જ રડાર પર

નવી દિલ્હી,તા. 11
દેશની 10 ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ હવે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટના રડાર પર આવી ગઇ છે અને આ ક્રિપ્ટો એક્સચેન્જ મારફત રુા. 10 બીલીયનની રકમ વિદેશ મોકલવામાં આવી હોવાનો ધડાકો થયો છે. હાલમાં જ દેશના એક ક્રિપ્ટો એક્સચેન્જ વજીરેક્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં 10 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રીંગ મારફત નાણા વિદેશ મોકલાતા હતા અને તેની તપાસમાં અંદાજે રુા. 100 કરોડનું બ્લેકમનો પર્દાફાશ થયો છે.

તેમાં ચાઈનાની એક કંપની સાથે સંકળાયેલા વ્યવહાર પણ ખુલ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ આ એક્સચેન્જમાં નોંધાયેલા ઇન્વેસ્ટરોના કેવાયસી સહિતની ડીટેઇલો પણ બોગસ સાબિત થઇ છે અથવા તો ડમી કેવાયસીનો ઉપયોગ કરીને એક્સચેન્જમાં વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. આ ઇન્વેસ્ટરો દ્વારા ક્રિપ્ટો એક્સચેન્જનો સંપર્ક કરીને તેઓએ રુા. 100 કરોડનાં ક્રિપ્ટો કોઇન્સનું એક્સચેન્જ કર્યું હતું.

તે આંતરરાષ્ટ્રીય વોલેટ મારફત દેશ બહાર મોકલી આપવામાં આવ્યા હતા. ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા તેના રોકાણકારોનું કેવાયસીમાં ડ્યુ ડીજીલીન્સ હવે શરુ કરવામાં આવ્યું અને હવે તેની માહિતી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટને મોકલાશે. સૌપ્રથમ વજીરેક્સ એક્સચેન્જમાં આ પ્રકારના વ્યવહારો ખુલ્યા હતા. અને બાદમાં 10 એક્સચેન્જ સુધી તેમાં ગેરરીતિ હોવાનું જાહેર થયું હતું.

ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા તેના ઇન્વેસ્ટરોનાં કેવાયસીમાં ગંભીર ક્ષતિઓ રાખવામાં આવી હતી. અને તે મારફત આ પ્રકારે વ્યવહારો થયા હતા. ઇડીએ વજીરેક્સનાં રુા. 65 કરોડની બેલેન્સ ધરાવતા એક ખાતાને ફ્રીઝ કર્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement