રૂ।.24.25 લાખના સોનાના બિસ્કીટ પડાવી લીધાના ગુનામાં આરોપી જામીન મુકત

11 August 2022 04:26 PM
Rajkot
  • રૂ।.24.25 લાખના સોનાના બિસ્કીટ પડાવી લીધાના ગુનામાં આરોપી જામીન મુકત

રાજકોટ,તા.11 : રાજકોટ ફરિયાદી દીપક અશોક જોગીયાએ શહેરના એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેવો પોતાની સાથે રૂ।.24.25 લાખના સોના બિસ્કીટ લઈ રીક્ષામાં આવી રહ્યા હતા ત્યારે કરણસિંહજી સ્કૂલ પાસે રીક્ષા અટકાવી અજાણ્યા શખ્સોએ ક્રાઈમ બ્રાંચ પોલીસ તરીકે ઓળખ આપી પોતાના બિસ્કીટનું પડીકું આંચકી લઈ રીક્ષા ક્રાઈમ બ્રાંચ ઓફિસો લઈ લેવાનું કરી બાઈક સવાર આરોપી ભાગી છુટયા હતા.

આ ગુનામાં પોલીસે આરોપી શાહજોર સજ્જાદ હુશેન સૈયદ અને યુસુફ અલી અજીજ અલી શેખની ધરપકડ કરી જેલ હવાલે કરેલા, આરોપી યુસુફઅલીએ જામીન માટે અરજી કરતા બચાવ પક્ષના વકીલની રજૂઆત દલીલ, ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ સેશન્સ કોર્ટ રૂ।.25000ના શરતી જામીન ઉપર યુસુફ અલીને જામીન મુકત કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ચીમન સાંકળીયા મનિષાબેન પોપટ, અહેશાન કલાડીયા, પ્રકાશ કેશુર, હરેશભાઈ રાઠોડ, સી.એચ.પાટડીયા, મુકેશભાઈ જાની તેમજ મદદમાં નિકુંજ સાંકળીયા, લલિત બારોટ રોકાયેલા હતો.


Related News

Loading...
Advertisement
Advertisement