જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા સવારથી જ બહેનોની લાંબી લાઈન : ભાવુક દ્રશ્યો જોવા મળ્યા

11 August 2022 04:27 PM
Rajkot
  • જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા સવારથી જ બહેનોની લાંબી લાઈન : ભાવુક દ્રશ્યો જોવા મળ્યા
  • જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા સવારથી જ બહેનોની લાંબી લાઈન : ભાવુક દ્રશ્યો જોવા મળ્યા
  • જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા સવારથી જ બહેનોની લાંબી લાઈન : ભાવુક દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા 550થી વધુ બહેનો આવી, જ્યારે બંદીવાન બહેનો પાસે રાખડી બંધાવવા માત્ર બે ભાઈ જ આવ્યા!!!

રાજકોટ, તા. 11
આજે રક્ષા બંધનનો પવિત્ર તહેવાર હોય જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા સવારથી જ બહેનોની લાંબી લાઈન લાગી હતી. જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા 550થી વધી બહેનો આવી, જ્યારે બંદીવાન બહેનો પાસે રાખડી બંધાવવા માત્ર બે ભાઈ જ આવ્યા હતા.

જેલ તંત્ર દ્વારા જણાવ્યા મુજબ આજ રક્ષાબંધનનો પવિત્ર દિવસ હોય આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રહેલ બંદીવાન ભાઇઓ, બહેનો માટે રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે કાર્યક્રમની જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ તેમજ જેલ અધિક્ષકશ્રી બન્નો જોષીના સીધા માર્ગદર્શન હેઠળ સવારના 8 વાગ્યાથી શરૂઆત કરવામાં આવેલ હતી. કાર્યક્રમ દરમ્યાન બહારથી આવેલ 550 બહેનોએ તેમના બંદીવાન ભાઇઓને રાખડી બાંધેલ હતી. આ કાર્યક્રમ માટે જેલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.

આ ઉપરાંત સલામતીના ભાગ રૂપે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મહિલા કર્મચારીઓ તથા જેલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ કાર્યક્રમ સુચારૂ રૂપે થાય તે માટે મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અલાયદા રૂમમાં બહારથી આવેલ બહેનોનું ચેકીંગ કરી જેલની અંદર પ્રવેશ આપવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમમાં બહારથી આવેલ ભાઇઓ તથા બહેનોએ જેલ તંત્રને પુરતો સહયોગ આપેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલના તમામ અધિકારી - કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી . સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જેલની શિસ્ત અને સલામતી જળવાઇ રહેલ હતી અને કોઇ અનચ્છનિય બનાવ બનેલ નહતો.


Related News

Loading...
Advertisement
Advertisement