મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટીપ્પણી કરનાર કવિ દેવકૃષ્ણ સામે FIR દાખલ કરી કો.ઓર્ડીનેટરપદેથી મનોજ જોશીનું રાજીનામુ લેવા માંગ

11 August 2022 04:31 PM
Rajkot Gujarat
  • મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટીપ્પણી કરનાર કવિ દેવકૃષ્ણ સામે FIR દાખલ કરી કો.ઓર્ડીનેટરપદેથી  મનોજ જોશીનું રાજીનામુ લેવા માંગ
  • મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટીપ્પણી કરનાર કવિ દેવકૃષ્ણ સામે FIR દાખલ કરી કો.ઓર્ડીનેટરપદેથી  મનોજ જોશીનું રાજીનામુ લેવા માંગ

સૌરાષ્ટ્ર યુનિ.ની ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા યોજાયેલ કાવ્યમહાકુંભના કાર્યક્રમે જગાવ્યો વિવાદ : ગુજરાતી ભવનના વડાનું ધ્યાન દોરવા છતાં લક્ષ ન અપાતા કાર્યક્રમને દાગ : ડો. બારોટ દ્વારા કુલપતિને રજૂઆત

રાજકોટ,તા. 11
સૌરાષ્ટ્ર યુનિ.ની ગુલાબદાસ બ્રોકર ચેર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના ઉપક્રમે તાજેતરમાં યોજાયેલ કાવ્ય મહાકુંભ કાર્યક્રમમાં મધ્યપ્રદેશ દેવાસથી આવેલા કવિ દેવકૃષ્ણ વ્યાસે પોતાની કવિતાઓ રજૂ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ માટે વિવાદિત શબ્દ પ્રયોગ કરતા વિવાદ ખડો થવા પામેલ છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો ઉચ્ચ શિક્ષણ જગતમાં પડ્યા છે.

આ પ્રકરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. નિદત બારોટએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે વિવાદિત ટીપ્પણી કરનાર મધ્યપ્રદેશ દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ કરવા અને આ કાર્યક્રમના આયોજક મનોજ જોશીનું કો-ઓર્ડીનેટર પદેથી રાજીનામુ લેવા માંગણી ઉઠાવી આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ. ગુજરાતી ભવનના વડા મનોજ જોશી વિવાદી કાર્યપ્રણાલીના પગલે સતત વિવાદો વચ્ચે ઘેરાયેલા છે. આ વિવાદી પ્રકરણ ચર્ચાના ચગડોળે ચડતા કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ (એફઆઈઆર) દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. નિદત બારોટએ જણાવેલ છે કે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહયો છે ત્યારે આઝાદી અપાવનાર ગુજરાતના પુત્ર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ધરતી પર આવીને સૌરાષ્ટ્ર વિશ્ર્વ વિદ્યાલયનાં પટાંગણમાં દેવકૃષ્ણ વ્યાસે કાવ્ય પઠન કર્યું તેમાં જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તે માત્ર ગુજરાતને નહીં સમગ્ર દેશને અપમાન કરનાર છે. આ કાર્યક્રમનું સંચાલન બ્રોકર ચેરના કોર્ડીનેટર મનોજ જોશી કરી રહ્યા હતા. ગાંધીજી વિશે વિવાદિત ટિપ્પણી પૂર્ણ કરીને જ્યારે કવિએ પોતાની વાત પૂરી કરી

ત્યારે મનોજ જોશી જે રીતે કવિના વખાણ કરતા શબ્દોનો પ્રયોગ કર્યો છે તે નબળી માનસિકતાનું ઉદાહરણ પુરું પાડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાંબો સમય સેનેટ સભ્ય રહેલા ડો. પ્રિયવદન કોરાટ આ કાર્યક્રમમાં હાજર હતા તેઓએ મનોજ જોશીનું આ અંગે ધ્યાન પણ દોર્યું હતું અને કવિને સ્ટેજ પરથી દૂર કરવા જોઇએ તેવી વાત પણ કરી હતે પરંતુ મનોજ જોશીએતેના તરફ લક્ષ આપેલ ન હતું જેથી બ્રોકર ચેરના કો-ઓર્ડીનેટર પદેથી મનોજ જોશીને દૂર કરવામાં આવે અને વિવાદિત ટિપ્પણી કરનાર દેવકૃષ્ણ વ્યાસની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ડો. નિદત બારોટે માંગ ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement