પંચનાથ નજીક મોબાઇલની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી મોબાઈલની તફડંચી

11 August 2022 04:39 PM
Rajkot Crime
  • પંચનાથ નજીક મોબાઇલની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી મોબાઈલની તફડંચી

વેપારીને ધકો મારી આરોપી બ્લુટૂથ સહિતના મુદામાલની ચોરી: વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી: આરોપીને સકંજામાં લીધો

રાજકોટ, તા.11 : પંચનાથ નજીક આવેલ આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં વેપારીની નજર ચૂકવી અજાણ્યો શખ્સ મોબાઇલ અને બ્લુટુથની ચોરી કરી નાશી ગયાની ફરિયાદ પરથી પોલીસ એક્શનમાં આવી આરોપીને સકંજામાં લીધો હતો.બનાવ અંગે ફરિયાદી ચેતનભાઇ સતરામભાઇ મેવાડા (ઉ.વ .24) (રહે , રાધિકા સોસાયટી નાગરીક બેંકની બાજુમાં રૈયા ચોક) એ જણાવ્યું હતું કે પંચનાથ મેઇન રોડ ઉપર આશાપુરા મોબાઇલ એસેસરીશ નામની દુકાન પાર્ટનરશીપ માં ચલાવુ છું. ગત રોજ બપોરના બે વાગ્યાની આસપાસ હું તથા મારી દુકાનમાં કામ કરતા જીજ્ઞેશભાઇ ચૌહાણ તથા રાયમલભાઇ સાથે દુકાને હતાં

ત્યારે એક અજાણ્યો શખ્સ દુકાનમાં આવી મારા કારીગર પાસે બ્લુટુથ ખરીદવું છે તેવી વાત કરતા મારા કારીગરે અલગ અલગ કંપનીના બ્લુટુથ બતાવતો હતો ત્યારે તેણે એક બ્લુટુથ પોતાના ગળામાં પહેરી લીધેલ અને ત્યાર પછી હું કાઉન્ટર ઉપર મોબાઇલ રીપેરીંગ કરતો હતો ત્યારે મારી પાસે આવી મારે મોબાઇલ રીપેરીંગ કરવો છે એવું કહી પોતાના પેન્ટના ખિસસામાંથી એક મોબાઇલ કાંઢી આ મારા ફોનમાં નેટવર્ક આવતુ નથી

તો જોઇ આપો તેવુ કહી મારી નજર ચુક વી કસ્ટમર નો રીપેરીંગમાં આવેલ એક મોબાઇલ પોતાના ખિસ્સામાં મુકી દિધેલ હતો. બાદમાં મોબાઈલ મારે ધ્યાને ન આવતાં મેં તેમને મોબાઈલ વિષે પૂછતાં તે દોટ મૂકી નાશી છૂટ્યો હતો. જે અંગેની ફરિયાદ પરથી પ્ર નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કલ્પેશસિંહ ગોહિલ અને સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement