શહેરમાં સવારથી હળવા વરસાદી ઝાપટા : અર્ધો ઇંચ વરસ્યો

11 August 2022 04:43 PM
Rajkot
  • શહેરમાં સવારથી હળવા વરસાદી ઝાપટા : અર્ધો ઇંચ વરસ્યો

સિઝનનો અત્યાર સુધીનો વરસાદ 27 ઇંચથી વધી ગયો

રાજકોટ, તા. 11 : રાજકોટ સહિત રાજયના અનેક ભાગોમાં વરસાદની આગાહી વચ્ચે સવારથી હળવા ઝાપટાનો સીલસીલો રહ્યો છે. બપોર સુધીમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ 27 ઇંચથી વધુ થઇ ગયો છે. રક્ષાબંધનના તહેવારમાં ભાઇને રાખડી બાંધવા જતી રહેનોને મેઘરાજાએ વખતોવખત અવરોધ સર્જયો હતો.

વારંવાર વરસાદના હળવા ઝાપટા વરસતા રહ્યા હતા અને માર્ગો ભીના થતા રહ્યા હતા. અમુક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ હતુ જયાં માર્ગો પર પાણી રેલાવા લાગ્યા હતા અન્યત્ર હળવા ઝાપટા હતા. ફાયર બ્રિગેડ વિભાગના આંકડા પ્રમાણે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ અર્ધો ઇંચ વરસાદ પડયો હતો. સવારે 7 થી 8માં જોર વધુ હતું અને જયારે સૌથી વધુ 9 મીમી પાણી વરસ્યુ હતું.

સેન્ટ્રલ ઝોનમાં બપોર સુધીમાં 12 મીમી તથા પૂર્વ પશ્ચીમ ઝોનમાં 10-10 મીની વરસાદ થયો હતો. આ સાથે શહેરનો કુલ વરસાદ 27.05 ઇંચ થઇ ગયો છે. સેન્ટ્રલ ઝોનમાં અત્યાર સુધીમાં 760 મીમી વરસાદ થઇ ગયો છે. જે 30.50 ઇંચ થવા જાય છે. જયારે ઇસ્ટ ઝોનમાં 619 મીમી તથા વેસ્ટ ઝોનમાં 682 મીમી પાણી વરસ્યુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement