71 વિધાનસભા વિસ્તારમાં રૂ.18 કરોડ 50 લાખના ખર્ચે રોડ રસ્તા મંજુર કરાવતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા

11 August 2022 05:02 PM
Rajkot
  • 71 વિધાનસભા વિસ્તારમાં રૂ.18 કરોડ 50 લાખના ખર્ચે રોડ રસ્તા મંજુર કરાવતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા

રાજકોટ, તા.11
આજ રોજ વિધાનસભા - 71 રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોધિકાના પાળ ઢોલરા નોન પ્લાન રોડ રૂ.240.00 લાખ , લોધિકાના એસ.એચ.ટુ દેવડા એપ્રોચ ગ્રામા રોડ રૂ.120.00 લાખ , લોધિકાના સાંગણવાવ જુની મેંગણી ગ્રામા રોડ રૂ.60.00 લાખ ,લોધિકાના એસ.એચ. થી હરીપર - તરવડા રાવકી ગ્રામા રોડ રૂ.550.00 , રાજકોટના લીલી સાજડીયાળી થી હડમતીયા ગોલીડા નોન પ્લાન રોડ રૂ.270.00 લાખ , રાજકોટના હલેન્ડા થી મોટા દડવા નોન પ્લાન રોડ રૂ.350.00 ,કોટડાસાંગાણીના વડીયા થી મોટા માંડવા નોન પ્લાન રોડ રૂ.200.00 લાખ, લોધિકાના એસ.એચ. થી કેવલ સોસાયટીને જોડતો નોન પ્લાન રોડ રૂ.60.00 લાખ તાલુકામાં કુલ રૂ.18 કરોડા 50 લાખના ખર્ચે રોડ રસ્તા મંજુર ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યા છે.

લોધિકા તાલુકાના તથા રાજકોટ તાલુકાના તથા કોટડા સાંગાણી તાલુકાના લોકોએ તથા આગેવાનો તથા સરપંચ ઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો તથા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી અને રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત અને કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણીનો લોકોએ આભાર માન્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement