સૌરાષ્ટ્રમાં ડાયાબિટીસ સેન્ટરનો 150 ફૂટ રીંગ રોડ પાસે નવપ્રસ્થાન : રવિવારે ઉદ્દઘાટન

11 August 2022 05:07 PM
Rajkot
  • સૌરાષ્ટ્રમાં ડાયાબિટીસ સેન્ટરનો 150 ફૂટ રીંગ રોડ પાસે નવપ્રસ્થાન : રવિવારે ઉદ્દઘાટન

દર્દીને દાખલ કરવાની ડાયટીશીયન, મેડીકલ ઓફિસર જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ

રાજકોટ,તા. 21
ઉત્તમ સુવિધાઓથી સુસજ્જ નવા સોપાન સૌરાષ્ટ્ર ડાયાબિટીસ સેન્ટરનો નવા સ્થળ પર સ્થળાંતર થવા જઇ રહ્યું છે. તા. 14-8ના રવિવારનાં રોડ સવારે 9 થી 2 સુધી ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે. જીવીબેન અને આલાભાઇ સીદાભાઈ કરમુર દ્વારા કરમુર દ્વારા કાર્યક્રમનું ઉદ્દઘાટન થશે. ડો. એન.એ. કરમુર એન્ડ ફેમીલી તથા સૌરાષ્ટ્ર ડાયાબિટીસ સેન્ટર એન્ડ ફેમીલી દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં દર્દીને દાખલ કરવાના ડાયટીશીયન, મેડીકલ ઓફીસર, મેડીકલ સ્ટોર, ઇન્સ્યુલિન પંપ, સીજીએમએસ ક્ધટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ સિસ્ટમ, એબીપીએમ સિસ્ટમ, ફૂટ કેટ, કોન્ફરન્સ હોલ ઓબેસીટીની સારવાર ઉપલબ્ધ ડો. એમ.એ. કરમુર (એમબીબીએસ) ડાયાબીટીસનાં દર્દીઓની સારવારમાં 13 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

તેઓ 2009થી રાજકોટમાં ડાયાબિટીસવાળા દર્દીઓની સંપૂર્ણ સારવાર કરતું સેન્ટર ધરાવે છે. 13 વર્ષમાં હજારો લોકોની સારવાર કરી સ્વસ્થ કર્યા છે. તેઓનો મુખ્ય ઉદ્દેશ છે કે ડાયાબિટીસવાળા દર્દીઓમાં ડાયાબિટીસને કન્ટ્રોલ કરી શરીરના અવયવોને નુકશાન થતું અટકાવવું તેમજ દેશમાં દિવસે-દિવસે વધતુ જતું ડાયાબિટીસને અટકાવવાનો છે. હવે 304, વેસ્ટ ગેટ પ્લસ, 150 ફૂટ રીંગ રોડ, અમૃત હોસ્પિટલ સામે, રૈયા સર્કલ પાસે પ્રારંભ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement