સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળો યોજાયો: વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયક કૃતિઓ-પ્રયોગોનું પ્રદર્શન કર્યું

11 August 2022 05:23 PM
Rajkot
  • સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળો યોજાયો: વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયક કૃતિઓ-પ્રયોગોનું પ્રદર્શન કર્યું

સરસ્વતી શિશુમંદિર રણછોડનગર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલા સાયન્સ એક્ઝિબિશનમાં ધોરણ 1થી 8ના 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ 200થી વધુ વિજ્ઞાન વિષયક વિવિધ કૃતિઓ અને પ્રયોગોનું પ્રદર્શન કર્યું હતું.

બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો-કૃતિઓ તેમજ 8 કોયડાઓનું આયોજન કર્યું હતું. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ જાની તથા ટ્રસ્ટી રમેશભાઈ ઠાકર, પલ્લવીબેન દોશી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement