જે.કે.ચોક પાસે મકાનમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી: છ ઝડપાયા

11 August 2022 05:24 PM
Rajkot
  • જે.કે.ચોક પાસે મકાનમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી: છ ઝડપાયા

વિરમ ઝાપડા પોતાના મકાનમાં જુગાર રમાડતો’તો: પોલીસે રૂ.28 હજારની રોકડ જપ્ત કરી

રાજકોટ,તા.11 : જે.કે. ચોક પાસે મકાનમાં ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી છ શખ્સોને રૂ.28 હજારની રોકડ સાથે ક્રાઇમ બ્રાંચે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ. જયપાલભાઇ બરાડીયાને મળેલ ચોકકસ બાતમીના આધારે જે. કે. ચોક પાસે ઉમીયા પાર્ક શેરીનં.44ના ખુણે રહેતા વિરમ સવા ઝાપડા (ઉ.વ.28), જીવણ થોભણ ટારીયા (રહે. કણકોટ),પારસ ભારથી, પ્રવિણ ભારથી ગોસાઇ (રહે. ગાંધીગ્રામ, ગૌતમનગર શેરીનં.7, મુન્નો મેહુલ ઝાપડા (રહે.રૈયાધાર), કાના દેવા પરમાર (રહે. રૈયાગામ ગેઇટ પાસે) અને ઉમેશ રવિદાન લાંગવદ્રા (રહે. ગાંધીગ્રામ)ની પાસેથી રૂ.28 હજારની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement