રવિવારે સદ્ગુરૂ આશ્રમમાં વિશેષ રામધુન યોજાશે

11 August 2022 05:25 PM
Rajkot
  • રવિવારે સદ્ગુરૂ આશ્રમમાં વિશેષ રામધુન યોજાશે

અખંડ રામધૂનના 46માં પાટોત્સવ નિમિતે

રાજકોટ,તા.11 : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ,રાજકોટ દ્રારા છેલ્લાં 45 વર્ષથી અંખડ રામધુન ચાલી રહી છે જેનો આગામી તા.14ના રવિવારનાં રોજ 46માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શ્રી રામધુનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે વિશેષ શ્રી રામધુનનો કાર્યક્રમ રાત્રિનાં 8 કલાક થી 12 કલાક સુધી રાખવામાં આવેલ છે,

રામધુન પરમ પુજય સદ્દગુરૂદેવ ભગવાન રણછોડદાસજીબાપુની પ્રેરણા અને કૃપાથી છેલ્લા 45 (પિસ્તાલીસ) વર્ષથી ચાલી રહેલ છે,જેના દ્વારા અસંખ્ય દુ:ખી અને પિડીત લોકોએ રાહતની લાગણીનો અનુભવ કરેલ છે રામધુન કરવાથી આધિ,વ્યાધિ,ઉપાધિ મુકિત મેળવી શકાય છે,આધુનિક જમાનાની આ ધમાલમાં ફકત શ્રી રામધુન જ સખત તાણમાંથી મુકિત આપી શકે છે,

આ પાવન પ્રસંગે રામધુનમાં કાર્યક્રમનું રાત્રે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમા રાજકોટ તથા સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત " રામનામ કે હિરે મોતી’ ફેઈમ અશોકભાઈ ભાયાણીની રામનામરૂપી ધુન પીરસવામાં આવશે. આ પ્રસંગે ગુરૂભાઈ - બહેનો તથા ધર્મપ્રેમી ભાઈ - બહેનોને ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાવાએ અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement