શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ આજીવન સભ્ય સુધારણા કાર્યક્રમ

11 August 2022 05:28 PM
Rajkot
  • શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ આજીવન સભ્ય સુધારણા કાર્યક્રમ

રાજકોટ,તા.11 : શ્રીસ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા શરૂ કરાયેલ આજીવન સભ્ય સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રી સંઘના 16)11 પ્રતિનિધી દરેક સભ્યોને ઘરે રૂબરૂ સંપર્ક કરી તેમના ફોર્મ ભરાવેલ છે. આ પૈકી ઘણા આજીવન સભ્યોના સરનામામાં ફેરફાર થયેલ હોય તેમનો સંપર્ક થઇ શકેલ નથી અથવા તો ઘરે શ્રી સંઘના પ્રતિનીધી ન આવેલ હોય તેવા આજીવન સભ્યશ્રીઓ ને નમ્ર નિવેદન છે કે આપશ્રી રૂબરૂ સંઘની ઓફિસે પધારી સંઘની સભ્ય માહિતીનું ફોર્મ ભરી સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ તથા બે પાસપોર્ટ સાઇઝના ફોટા જોડી આપવાના રહેશે.

આજીવન સભ્ય સુધારણા કાર્યક્રમ હવે છેલ્લા 15 દિવસ માટે જ છે તો તાત્કાલીક આજીવન સભ્ય માહિતી અંગે સુધારો કરાવી લેશો. ત્યારબાદ જે આજીવન સભ્યો નહીં આવેલ હોય તેમને સભ્યપદ ચાલુ રાખવામાં ઇચ્છતા નથી એમ માની આજીવન સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની દરેક આજીવન સભ્યોએ ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, પુજય ડુંગરસિંહજી મહારાજ સાહેબ ચોક, પેલેસ રોડ, રાજકોટ. (ફોન નં. 2231715) ખાતે સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7 દરમ્યાન સંપર્ક કરી શકાશે.


Related News

Loading...
Advertisement
Advertisement